GUJARAT: 2,38,978 શિક્ષિત બેરોજગારો, 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો, 32 બેરોજગારોને મળી નોકરી
બે વર્ષમાં સરકારી નોકરીનો આંકડો ઝીરો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી
ગુજરાત સરકારની નોકરી મેળાની ગુલબાંગો વચ્ચે વિધાનસભામાં ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલી માહિતી અંગે શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભામા પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં સરકારી નોકરી અને બેરોજગારીના આંકડા આપ્યા હતા. આંકડા જોતા એવું લાગે છે કે ભરતીની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ગુજરાતમાં બેરોજગારીનો દર બિલ્કુલ નહિંવત છે.
શ્રમ અને રોજગાર મંત્રીએ આપેલી માહિતી અનુસાર પાછલા બે વર્ષમાં ગુજરાતમાં 2,38,978 શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો છે. આમ કુલ બેરોજગારોની સંખ્યા 2,49, 735 છે. આ પૈકી માત્ર 32 બેરોજગારોને નોકરી મળી શકી છે.
જિલ્લાવાર શિક્ષિત બેરોજગારોની સંખ્યા