Gujarat Government Jobs: શિક્ષણ વિભાગનું મોટા પાયે ભરતી કેલેન્ડર જાહેર: આગામી 10 વર્ષમાં 94 હજાર જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
Gujarat Government Jobs : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે આગામી 10 વર્ષ માટેની ભરતી યોજના જાહેર કરી છે, જેમાં કુલ 94,000 જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ કેલેન્ડર મુજબ, વર્ષ 2025થી 2033 સુધી વિવિધ તબક્કાઓમાં ભરતી યોજાશે. 2033 સુધીમાં કેટલાંક વર્ષોમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે.
વર્ષ 2025 – 11,300 જગ્યાઓ
વર્ષ 2026 – 6,503 જગ્યાઓ
વર્ષ 2028 – 5,427 જગ્યાઓ
વર્ષ 2029 – 430 જગ્યાઓ
વર્ષ 2030 – 8,283 જગ્યાઓ
વર્ષ 2031 – 8,396 જગ્યાઓ
વર્ષ 2032 – 18,496 જગ્યાઓ
વર્ષ 2033 – 13,143 જગ્યાઓ
આ ભરતી કેલેન્ડર દ્વારા રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓ ભરીને શિક્ષણની ગુણવત્તા વધારવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે.