Gujarat government : રાજ્ય સરકારનો નવો નિર્ણય: સરકારી અધિકારીઓ માટે ભોજન ખર્ચમાં તગડો વધારો
Gujarat government : ગુજરાતમાં હવે સરકારી અધિકારીઓ માટે નાસ્તો અને ભોજન વધુ ભવ્ય બનશે. રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય અનુસાર, વિવિધ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તા અને ભોજનના ખર્ચની મર્યાદા નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે. આ ફેરફાર 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે અને વાર્ષિક ધોરણે લાગુ રહેશે.
સચિવ કક્ષાના અધિકારીઓ માટે:
નાસ્તો: અગાઉ ₹20 હતો, હવે ₹50 પ્રતિ વ્યક્તિ.
ભોજન: પહેલાં ₹100, હવે ₹250 પ્રતિ વ્યક્તિ.
વાર્ષિક મહેમાનગતિ ખર્ચ: ₹10,000માંથી વધારીને ₹25,000.
નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ:
નાસ્તો: ₹15ની જગ્યાએ હવે ₹35.
ભોજન માટે સીધી મંજૂરી નથી.
વાર્ષિક મહેમાનગતિ ખર્ચ: અગાઉ ₹5,000, હવે ₹12,500.
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO):
નાસ્તો: ₹15 થી વધારી ₹35.
ભોજન: ₹75 થી વધારી ₹180.
અતિથિ વધારાના ખર્ચની મર્યાદા: ₹3,000થી વધારી ₹7,500.
વિભાગના વડા અને અન્ય અધિકારીઓ:
નાસ્તો: ₹10 થી વધારી ₹25.
મહેમાનગતિ ખર્ચ: ₹3,000થી વધારી ₹7,500.
ખર્ચની મર્યાદા અને નિયમન
રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ મર્યાદા હેઠળનો જ ખર્ચ મંજૂર થશે. જો ખાસ પરિસ્થિતિઓમાં મર્યાદાથી વધુ ખર્ચ થાય, તો તે મર્યાદાના 10% સુધી વિભાગના વડા દ્વારા મંજૂર થઈ શકે છે. વધુ ખર્ચ માટે દરેક કેસનું લેખિત સ્વરૂપમાં વિશ્લેષણ કરીને નાણા વિભાગને દર વર્ષે 15 એપ્રિલે રજૂ કરવું પડશે.
શા માટે લેવાયો નિર્ણય?
આ નિર્ણયથી સરકારી મીટિંગ્સ, સેમિનાર અને અન્ય અધિકારીક કાર્યોમાં સામેલ અધિકારીઓ માટે ભોજન વ્યવસ્થા વધુ સુગમ બની રહેશે. સરકારના મત મુજબ, સમયાનુકૂળ વળતરો અને લાગતી સગવડોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરાયો છે.