ગાંધીનગર, 18 માર્ચ 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે.
GRIMCO કુટીર અને ગામ ઉદ્યોગના કારીગરોને રોજગાર આપવા માટે કામ કરી રહ્યું છે. પહેલા ખેત તલાવ કૌભાંડ અને હવે રોજગારી કૌભાંડ બહાર આવ્યું છે.
રાજ્ય સરકારની કંપની ગ્રીમ્કો દ્વારા ખરીદી કરવામાં આવતા માલ-સામાનમાં ઓછી ગુણવત્તા અને હલકી કે ઉતરતી કક્ષાની ખરીદીની ગેરરીતિઓ આચરનારા ઇન્ચાર્જ એમ. ડી. પી. જે. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ-ફરજ મોકૂફ કરવાના આદેશો કર્યા છે. જોકે તેમણે કેટલાં કરોડનું કૌભાંડ કર્યું છે તે રૂપાણી સરકારે જાહેર થવા દીધું નથી.
ગેરરીતિઓમાં તથ્ય જણાતાં સમગ્ર પ્રકરણની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો મારફતે કરાવવાના આદેશો મુખ્ય પ્રધાને આપ્યા હતા.
રોજગારી કૌભાંડ
રાજ્યના અનેક જિલ્લાઓમાં નિગમની નોકરીનો વ્યાપ વિસ્તૃત કરી જિલ્લા કક્ષાએ રોજગારની તકો ઉભી કરવાનું નિગમનું એક ધ્યેય છે. નિગમ કુટીર ગામ ઉદ્યોગની કુશળતા હેઠળ સાધનો પ્રદાન કર્યા પછી વિવિધ વેપાર સાથે જોડાયેલા રાજ્યના કારીગરોને આજીવિકા મેળવવા માટે સક્ષમ બનાવવા માટે એક પ્રવૃત્તિ પણ હાથ ધરેછે. તેમજ ક્લસ્ટર ડેવલપમેન્ટ માટેની સરકારની યોજના હેઠળ સર્વેક્ષણ, તાલીમ, ઉત્પાદન, સાધનો, શેડનું નિર્માણ અને માર્કેટીંગ ક્ષેત્રે અનેક ક્લસ્ટરોને સહાય પૂરી પાડીને.
700 કરોડની સાધનો
ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમ (ગ્રીમકો)એ 7 વર્ષમાં રૂ.700 કરોડના સાધનો આપેલા જેમાં મોટાભાગના સાધનોમાં ગંભીર ગેરરિતી બહાર આવી છે.
વિધવા, માનવ ગરીમા, માનવ કલ્યાણ, વિકલાંગોને 80 પ્રકારની રોજગારી કે સ્વરોજગારી યોજના માટે સાધનો આપવામાં આવે છે. જેમાં સિલાય મશીન પણ છે. 2013-14માં 1.18 લાખ, 2014-15માં 1.24 લાખ, 2015-16માં 1.16 લાખ, 2016-17માં 1.20 લાખ, 2017-18માં 1.50 લાખ, 2018-19માં 2 લાખ, 2019-20માં 2.50 લાખ કીટસની વિગત નીચે મુજબ છે. આમ 11 લાખ લોકોને રોજગારી આપવા માટેના સાધનો પૂરા પાડ્યા હતા. જે હલકી ગુણવત્તાના નિકળ્યા છે. જેમાં સિલાઇ મશીનો છે.
7 વર્ષમાં 14 લાખ સાયકલ
જ્યારે આદિજાતી બાળકોને સરસ્વતી સાધના યોજનામાં સાયકલ પુરી પાડવાની જવાબદારી ગ્રીમકોની હતી. જેમણે 2013-14માં 1.34 લાખ, 2014-15માં 1.89 લાખ, 2015-16માં 2 લાખ, 2016-17માં 2.10 લાખ, 2017-18માં 2.30 લાખ, 2018-19માં 2.40 લાખ, 2019-20માં 2.50 લાખ મળીને કુલ 7 વર્ષમાં 14.53 લાખ સાયકલો આપી છે. જેમાં ઘણી હલકી ગુણવત્તાની છે.
ગ્રીમકોનું કામ શું
કુટીર ઉદ્યોગ કમિશનરની માનવ કલ્યાણ યોજના હેઠળ તમામ જિલ્લાના ગ્રામીણ કારીગરો માટે ટૂલ-કીટની ખરીદી અને વિતરણ કરે છે. લાભકારીને એમકેવાય ટૂલકિટનો પુરવઠો આપે છે. સરસ્વતી સાધના યોજનામાં સાયકલ આપે છે.
ગ્રીમકો દ્વારા અનેકવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે પરંતુ આ સામાનની યોગ્ય વહેંચણી નથી થતી અને ગોડાઉનમાં જ તે ભંગાર બની જાય છે. ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવે છે પરંતુ લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચતો નથી. સરકારી બાબુઓ ગરીબોને આપવા માટે સિલાઇ મશીનથી લઇને સાયકલ સુધી અનેકવીધ વસ્તુઓ ખરીદે છે પરંતુ તે ગરીબો સુધી પહોંચતી નથી.
2018માં કૌભાંડ બહાર આવ્યું હતું. ઇડર, પોરબંદર અને અમદાવાદના ગોતાના સરકારી ગોડાઉનમાં કરોડો રૂપીયાનો સામાન ભંગાર થઇ ગયો છે. નવાઇની વાત તો એ છે કે સરકારનો કોઇપણ વિભાગ કે અધિકારી આની જવાબદારી લેવા તૈયાર નથી. સરકારી બાબુઓ ગરીબોની વેદના અને વ્યથા સાંભળવાના બદલે કમીશનખોરી અને કટકીમાંજ ધ્યાન આપે છે ?
કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હસ્તકના ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ, ગ્રીમકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટીટયૂટ તથા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1.24 લાખ ગ્રામીણ યુવા-બહેનોને તાલીમ આપીને રૂ. 60.53 કરોડના સાધન સહાય મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતે વિતરણ કરેલા તેમાં આ કૌભાંડ થયું હતું.
જોકે સરકારે ગ્રીમકોના અધ્યક્ષ મેઘજીભાઇ કણઝારીયા કે બીજા થોડબંધ અધિકારીઓ સામે પગલાં લાવાયા નથી.