Gujarat govt announces 2% DA hike: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે મળશે 55% DA!
Gujarat govt announces 2% DA hike : ગુજરાત સરકાર તરફથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ માટે એક ખુશખબર સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે – જેમાં રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
હવે સુધી કર્મચારીઓને કુલ 53% ડીએ આપવામાં આવી રહ્યો હતો, જ્યારે હવે તેને વધારીને 55% કરાયો છે. આ નિર્ણયથી રાજ્યના કર્મચારીઓના પગારમાં સ્પષ્ટ વધારો થશે અને તેઓને જીવનજરુરિયાતના ખર્ચ સામે થોડી રાહત મળશે.
ક્યારે લાગુ પડશે નવો DA?
હાલ સુધી સરકાર તરફથી વધારેલા DAના અમલ માટેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. છતાં, આશા રાખવામાં આવી રહી છે કે નજીકના સમયમાં એ અંગે પણ સત્તાવાર માહિતી જાહેર કરાશે.
કેન્દ્રના પગલે રાજ્યનો નિર્ણય
જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે DAમાં વધારો કર્યો હતો, ત્યાર બાદથી રાજ્યના કર્મચારીઓ પણ આ અંગે આશામાં હતા. હવે રાજ્ય સરકારે પણ તેમના કર્મચારીઓ માટે આ રાહત આપી છે.
કોને થશે લાભ?
આ નિર્ણય રાજ્યના તમામ કચેરી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ વિભાગના કર્મચારીઓ અને અન્ય સરકારી વિભાગોમાં કામ કરતા લોકોને સીધો લાભ આપશે. દર મહિને પગાર સાથે મળતાં DAમાં વધારાથી તેમની માસિક આવકમાં વધારો થશે.
આ નિર્ણયને લઈને કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને દરેક સ્તરે સરકારનો આભાર માનવામાં આવી રહ્યો છે.