Gujarat Heavy Rain Alert : રાજ્યભરમાં ચોમાસાની જોરદાર શરૂઆત
Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં ચોમાસું હવે પૂરેપૂરું જોર પકડી ચૂક્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દેશભરના અનેક વિસ્તારોમાં ચોમાસું મજબૂત બન્યું છે. એ જ અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
25મી જૂન: આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું અનુમાન
25મી જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે.સાથે જ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26મી જૂન: બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ
26મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
27મી જૂન: સાબરકાંઠા અને અરવલ્લી માટે ઓરેન્જ એલર્ટ
27મી જૂને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
28મી જૂન: બનાસકાંઠા-સાબરકાંઠા માટે ફરી ઓરેન્જ એલર્ટ
28મી જૂને બનાસકાંઠા તથા સાબરકાંઠામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ચોમાસાની મોસમમાં સાવચેતી જરૂરી
હવામાન વિભાગ દ્વારા અપાયેલા પૂર્વાનુમાનો રાજ્યમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી તરફ ઇશારો કરે છે. તમામ લોકોને સાવચેત રહેવાની, જરૂરી સુરક્ષાના પગલાં ભરવાની તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.