Gujarat heavy rainfall: રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ, જનજીવન ખોરવાયું
Gujarat heavy rainfall: ગુજરાતમાં ચોમાસાનું આગમન ધમાકેદાર રીતે થયું છે. આજે ત્રીજા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝમઝમાટ વરસાદ વરસ્યો છે. કુલ 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. લોકો પાણીમાં ઘેરાઈ ગયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આહવામાં પડ્યો સૌથી વધુ વરસાદ
ડાંગ જિલ્લાનો આહવા તાલુકો આજે સૌથી વધુ વરસાદના આંક સાથે છે…., જ્યાં 7.17 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજા ક્રમ પર છે વઘઈ તાલુકો ડાંગ જિલ્લો, જ્યાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. ત્રીજા નંબર પર સુબીર (ડાંગ) તાલુકામાં 4.65 ઈંચ વરસાદ નોંધાયો છે.
અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ:
કપરાડા (વલસાડ): 3.62 ઈંચ
વેરાવળ, પાટણમાં : 3.43 ઈંચ
સૂત્રાપાડા (ગીર સોમનાથ): 2.95 ઈંચ
ખેરગામ (નવસારી): 2.91 ઈંચ
આ તમામ વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયાં છે અને જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
ભારે વરસાદના કારણે બાળકોના સલામતીના હેતુથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલીને અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. કેટલાંક વિસ્તારમાં સ્કૂલો બંધ રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.
લોકોની મુશ્કેલી વધતી ગઈ
રાજ્યના અનેક વિસ્તારોમાં 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે..કેટલીક નદી-નાળાઓમાં પૂર આવવાના સંકેત છે અને વિસ્તારોમાં રેસ્ક્યૂ કામગીરી પણ ચલાવાઈ રહી છે.
ગુજરાતમાં મેઘરાજાએ સદંર્ભ વિના પ્રકોપ દર્શાવ્યો છે. રાજ્યના દક્ષિણ અને પર્વતીય વિસ્તારો ખાસ કરીને ભારે વરસાદની ઝપેટમાં છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેથી લોકો માટે સતર્ક રહેવા અનુરોધ છે.