Gujarat MLAs Grant Increase: ગુજરાતના ધારાસભ્યો માટે સારા સમાચાર: સરકારે મતવિસ્તાર વિકાસ માટેની ગ્રાન્ટમાં કર્યો મોટા પ્રમાણમાં વધારો
Gujarat MLAs Grant Increase : ગુજરાતમાં વિકાસને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારના વિકાસ માટે મળતી વાર્ષિક ગ્રાન્ટમાં સારો ખાસ વધારો કર્યો છે. હવે ધારાસભ્યોને પહેલા મળતા ₹1.50 કરોડની જગ્યાએ ₹2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલ આ નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકાયો છે. સરકારે જણાવ્યું કે વધારેલી રકમનો ઉપયોગ મતવિસ્તારમાં માર્ગો, ગટરો, પીવાના પાણીની સુવિધાઓ, શાળા અને આંગણવાડી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે થઈ શકશે.
‘કેચ ધ રેન’ માટે ખાસ ફાળો:
નવી ગાઈડલાઇન મુજબ, દરેક ધારાસભ્યે આ વધારાની ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ માત્રા વરસાદી પાણીના સંચય માટે ખર્ચવા ફરજિયાત રહેશે. આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Catch the Rain’ અભિયાનને સ્તરે વેગ આપવા માટે છે.
ચૂંટણીને લઈ ચર્ચામાં નિર્ણય
રાજકીય વિશ્લેષકો માને છે કે રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે, આ નિર્ણય ધારાસભ્યો અને મતદારો વચ્ચે વધુ સારો સંબંધ બાંધવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે. વધુ ગ્રાન્ટના લીધે વિકાસ કામોમાં તેજી આવશે અને સ્થાનિક સ્તરે ગ્રાઉન્ડ લેવલે અસર દેખાશે.