Gujarat Police PSI Transfer 2025: 33 PSIને PI તરીકે બઢતી પછી હવે 182 PSIની મોટા પાયે બદલી
Gujarat Police PSI Transfer 2025: ગુજરાતમાં પોલીસ વિભાગે સતત ફેરફારની પ્રક્રિયા શરૂ કરી છે. ગઇકાલે એટલે કે સોમવારે 33 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે હંગામી બઢતી આપવાનું જાહેર કરાયું હતું. આ બદલાવના માત્ર એક દિવસ બાદ આજે, 8 એપ્રિલના રોજ, વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 182 બિનહથિયારધારી PSIની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. બદલીના આ ઓર્ડર મુજબ હવે આ અધિકારીઓને નવા સ્થાનો પર નિયુક્ત કરવામાં આવશે.
કોને ક્યાં નિમણૂક મળી તેનો વિગતવાર લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી સંબંધિત અધિકારીઓ અને વિભાગોને નવી વ્યવસ્થા માટે તૈયારી શરૂ કરવી પડશે.
આ ક્રમમાં આવી રહેલા ફેરફારો પોલીસ વિભાગની આંતરિક કામગીરીને વધુ મજબૂત બનાવવા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે કરી રહ્યા હોવાનું કહેવાય છે.