Gujarat Rain Forecast 2025: કચ્છથી વલસાડ સુધી ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast 2025: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે 7 જુલાઈથી 13 જુલાઈ સુધીના સપ્તાહ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
7 જુલાઈ: ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અન્ય ચારમાં યેલો એલર્ટ
હવામાન વિભાગે કચ્છ, દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત જામનગર, પોરબંદર, તાપી અને ડાંગ જિલ્લામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે.
8 જુલાઈ: નવસારી અને વલસાડ પર ભારે વરસાદની દસ્તક
આવતીકાલે એટલે કે 8 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
9 અને 10 જુલાઈ: દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદ
તાપી, ડાંગ, નવસારી અને વલસાડ — આ ચારેય જિલ્લામાં 9 અને 10 જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
11 જુલાઈ: વરસાદનું વ્યાપ વધશે, સુરત અને ભરૂચ પણ સંભાળે
11 જુલાઈના રોજ ભરૂચ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વધુ પડશે… .
12 જુલાઈ: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યેલો એલર્ટ
આ દિવસે નવસારી, વલસાડ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયો છે. અહીં પણ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.
13 જુલાઈ: અમરેલી, ભાવનગર સુધી વરસાદનો વ્યાપ
અંતિમ દિવસે એટલે કે 13 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે.
તંત્રએ પણ કરી તૈયારીઓ: નદીઓના જળસ્તર પર નજર
કચ્છથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદના કારણે નદીઓમાં પાણીનો વધારાનો ખતરો ઉભો થઈ શકે છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના વહેતા જળસ્તર પર તંત્ર દ્રષ્ટિ રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.