Gujarat Rain Forecast: ભારે વરસાદથી ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, 21 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ઉત્તર વિસ્તારમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે જાહેર કરેલી ‘નાઉકાસ્ટ’ આગાહી અનુસાર, આજ રવિવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યભરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને 21 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ, વીજળીના ચમકારા તથા 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તોફાની પવન અને વીજળી પડવાની શક્યતા છે. બાકી રાજયના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં હળવો કે મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.
છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ નોંધાયો. બનાસકાંઠાના દાંતામાં 8.9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કડિયાદરા, બડોલી, વડાલી તથા ખેડબ્રહ્માની નદીઓમાં નવા નીરના પ્રવાહે સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ સર્જ્યો છે.
વરસાદનો પ્રભાવ અને આગાહી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અરવલ્લીના મોડાસા, સતલાસણા, મેઘરજ તથા ઈડરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. હાલ Gujarat Rain Forecast અનુસાર વરસાદનો મિજાજ યથાવત રહેવાની શકયતા છે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને વહીવટીતંત્રને સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે.