Gujarat Rain Update અમરેલી, ભાવનગર, બોટાદ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લામાં મેઘરાજા ત્રાટકશે
Gujarat Rain Update ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની સંભાવના છે.
આ જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ:
- સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
- દક્ષિણ ગુજરાત: દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ ત્રાટકી શકે છે.
- ઉત્તર ગુજરાત: ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણામાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
- અમદાવાદ: 4 જૂને શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
તાપમાન અને અન્ય આગાહીઓ:
- રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ યથાવત રહેશે.
- દરિયાઈ વિસ્તારોમાં પવનની તેજી જોવા મળી રહી છે, તેથી માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ચોમાસા અંગે અપડેટ:
હાલ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. ચોમાસાની ઔપચારિક એન્ટ્રી હજી થઈ નથી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન પછી ચોમાસું પ્રવેશી શકે છે. મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ચૂક્યું છે, પણ ગુજરાતમાં તેની વિધિવત શરૂઆત માટે થોડી રાહ જોવી પડશે.