રાજ્ય સરકારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા. રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. તો હાલમાં 98 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાત માં આજ દિવસ કુલ 98,156 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 35 લાખ 23 હજાર 653 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,246 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,04,753 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 493 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા- 1364
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 117709
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 12
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1447
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 98156
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા -16294
રાજ્યમાં Coronaનું સંકટ વધી રહ્યું છે. ત્યારે એએમએ પ્રમુખ ડો.મોના દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓના મતે અમદાવાદમાં ફરી Coronaનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં વાયરલ લોડ વધી રહ્યો છે અને શહેરની ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. તેમજ વેન્ટિલેટર પણ ફૂલ થઈ ગયા હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.