Gujarat teacher recruitment : ગુજરાત શિક્ષક ભરતી 2024: નવા નિયમ હેઠળ શાળા પસંદગી ફરજિયાત
Gujarat teacher recruitment : રાજ્યની સરકારી તેમજ ખાનગી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં એક મોટો નિર્ણય લેવાયો છે. 2024ની ભરતી અંતર્ગત અગાઉ આપવામાં આવેલી શાળાની પસંદગી અને ફાળવણી હાલ રદ કરવામાં આવી છે. હવે તમામ ઉમેદવારો માટે ફરીથી શાળા પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, તમામ લાયક ઉમેદવારોને 9 જૂન, 2025 રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈને નવી શાળા પસંદગી કરવી રહેશે. અગાઉ જ પસંદગી આપી હોય કે ન હોય – તમામ ઉમેદવારો માટે આ પ્રક્રિયામાં ભાગ લેવું જરૂરી રહેશે.
બિનસરકારી અનુદાનિત શાળાઓ માટે પણ એ જ પ્રક્રિયા
જેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયા છે અને જેઓને અરજીમાં વાંધો ન હતો, તેવા ઉમેદવારોને પણ ફરીથી શાળા પસંદ કરવાની રહેશે.
શાળા પસંદગીમાં ભાગ ન લેનાર ઉમેદવારો બહાર
પસંદગી સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઉમેદવારો શાળા પસંદગીમાં ભાગ નહીં લે, તેમને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. 26 મે અને 5 જૂનના બેઠકમાં વધુ ઉમેદવારોને નોકરી મળે અને વધુ વિકલ્પો મળે તે દિશામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.