જામનગરમાં આવેલી આયુર્વેદની ત્રણ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા આજે સંસદે ખરડો પાસ કર્યો હતો. ‘ધી ઇન્સટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ અન આયુર્વેદ બિલ, ૨૦૨૦’ને રાજ્યસભામાં ધ્વની મતથી પસાર કરાયો હતો.ગયા સત્રમાં લોકસભામાં આ ખરડો પાસ કરી દેવામાં આવ્યો હતો જેમાં જામનગરસ્થિત ઇન્સટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સટીટયુટ ઓફ આયુ ર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસનો સમાવેશ થતો હતો.
આયુર્વેદની ત્રણ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા આજે સંસદે ખરડો પાસ કર્યો
શા માટે ગુજરાતની આ સંસ્થાને જ રાષ્ટ્રીય મહત્તવની ગણવામાં આવી હતી એવા એસ સવાલના જવાબમાં આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે જામનગર સ્થિત સંસ્થાની પસંદગી એક તરફી અથવા પૂર્વાગ્રહયુક્ત નથી, બલકે ૧૯૫૬માં સ્થાપાયેલી આ સંસ્થા સૌથી જુની સંસ્થાઓની કક્ષામાં સામેલ છે. અત્યંત સકારાત્મક રીતે તેની પસંદગી કરાઇ હતી.
આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે જામનગર સ્થિત સંસ્થાની પસંદગી એક તરફી અથવા પૂર્વાગ્રહયુક્ત નથી,
તેમણે કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રીય કક્ષાની ૧૦૩ સંસ્થાઓ છે, પરંતુ તેમાં એકપણ આયુર્વેદની નથી. ‘આ સંસ્થા સૌથી જુની અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંલગ્ન પણ છે તેમજ દરેક માપદંડમાં તે ખરી સાબીત થઇ હતી. આ સંસ્થાએ છેલ્લા ૨૦ વર્ષમાં ૬૫ દેશના વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી અને વિવિધ દેશો સાથે ૩૦ કરાર કર્યા હતા.
વિવિધ દેશો સાથે ૩૦ કરાર કર્યા હતા
મંત્રીએ કહ્યું હતું કે અન્ય સંસ્થાઓને મદદ કરવા માટે નેશનલ આયુષ મિશન પણ છે અને સમય આવશે ત્યારે સરકાર તે તમામને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપશે. હર્ષ વર્ધને કહ્યું હતું કે સરકારે દવા બનાવવા માટેના છોડ ઉગાડવા ‘આત્મ નિર્ભર ભારત’ યોજના હેઠળ રૂપિયા ૪૦૦૦ કરોડની ફાળવણી કરી છે.