અમદાવાદમાં મેટ્રો દોડાવાની વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેકટમાંથી એક માનવામાં આવે છે. મેટ્રો સિટી અમદાવાદના ફેઝ 1ના બીજા તબક્કાનો કામ પૂર્ણતાની આરે છે. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રમોદી હસ્તે લોકાર્પણ કરી અમદાવાદીઓને મેટ્રોની સોગાત આપશે મેટ્રો ફેઝ-1ના બીજા તબક્કામાં 40 કિ.મી કોરિડોર બનાવામાં આવ્યા છે જેમાં પશ્રિમ અમદાવાદથી પૂર્વ અમદાવાદ સુધી મેટ્રો ટ્રેન દોડશે જેમાં દરેક મેટ્રો સ્ટેશન પર 4 પ્રવેશ ગેટ બનાવામાં આવ્યા છે તેમજ મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાને લઇ ખાસ તકેદારી પણ રાખવામાં આવી છે તેમજ સંપૂર્ણ મેટ્રોની રૂટની વિગત
સંપૂણ વિગતો
પશ્રિમ અમદાવાદ થલતેજ ,દૂરદર્શન કેન્દ્ર, ગુરૂકુળ રોડ ,ગુજરાત યુનિવર્સિટી ,કોર્મસ છ રસ્તા , સ્ટેડિયમ , જુની હાઇકોર્ટ સાબરમતી નદીથી પૂર્વ અમદાવાદમાં શાહપુર,ઘી કાંટા, કાલુપુર રેલ્વે સ્ટેશન ,કાંકરિયા ઇસ્ટ,એપરેલ પાર્ક સોસાયટી ,અમરાઇવાડી, રબારી કોલોની ,વસ્ત્રાલ ,નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામ પર પૂર્ણ આ 40 કિ,મી ના રૂટ પર અલગ-અલગ ભાડાનું દર પણ રાખવામાં આવ્યુ છે જેમાં 2.5 કિમી મહતમ ભાડું 5 રૂપિયા છે અને 7.5 કિ.મી ભાડું 10 રૂપિયા છે અને વસ્રાલથી થલતેજ સુધીનું ભાડું 25 રૂપિયા છે જેમાં થલતેજથી વસ્રાલ સુધી 40 મિનિટ સુધીમાં પહોંચી શકાશે.