કોરોના કાળ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે નહીં એ વિશે વિચારણા કરવામા આવી રહી હતી. હવે ભારે ચર્ચા વિચારણા પછી યુનિવર્સિટીની પરીક્ષાને લઇને યુનિવર્સિટી વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની પરીક્ષા હવે 2જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.
કોરોના કેર વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી તંત્રએ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. 2જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. ઓછા વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખાની 2 જુલાઈથી પરીક્ષા શરૂ કરવામાં આવશે તો વધુ વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખાની 13મી જુલાઈથી પરીક્ષા લેવાશે.
સાથે જ નિયમ કરવામા આવ્યો છે કે, એક બ્લોકમાં 30ના બદલે 15 વિદ્યાર્થી જ પરીક્ષા આપશે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ કેન્દ્રો ફાળવવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ બધા મહત્વના નિર્ણયો લેવાયા હતા.