UP ના હાથરસમાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના હજુ સાંત થઈ નથી તેવામાં જ ગુજરાત ના જામનગર શહેરમાં પણ એક સગીરા ઉપર ચાર નરાધમો એ ગેંગરેપ કર્યા ની ઘટના સામે આવી છે જેને પગલે સમગ્ર જામનગર શહેરમાં સનસનાટી પ્રસરી જવા પામી છે.
2 દિવસ પૂર્વે જામનગર શહેરમાં વસવાટ કરતી એક સગીરા ઉપર ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ ભોગ બનનારે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદ નોંધતા જામનગર પોલીસ દ્વારા 4 શખ્સો માંથી 3 શખ્સો ની ધરપકડ કરી લીધી છે,જ્યારે ફરાર એક આરોપી ને પકડી પડવામાટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર યુવકો માંથી એક યુવક ને સગીરા સાથે સબંધ હતો બાકીના ત્રણ લોકો યુવક ના મિત્રો હતા જે આ સગીરા ને રૂમ માં લઈ જઈ ને ઘેન ની ટિકડીઓ ખવડાવી બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ ગુજરાતમાં પણ દીકરીઓ કેટલી સલામત છે તે દાવાઓ ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા છે.
