1 કરોડના ડ્રગ્સ સાથે દાણીલીમડાના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ફિરોજખાન નાગોરી સહિત પાંચ ડ્રગ્સ માફિયાને સીટીએમ એક્સપ્રેસ હાઇવેથી પોલીસે ઝડપી પાડયા હતા, આ કેસના મુખ્ય સુત્રધ્ધાર એવા મુંબઇના ડ્રગ્સ માફિયા અફાક બાવાની ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્ર, ગોવા બોર્ડર ઉપરથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુંબઇ ડીઆરઆઇ દ્વારા નવ મહિના પહેલા ૫૦ કરોડનું ડ્રગ્સ પકડયું હતું તે કેસમાં આરોપી વોન્ટેડ હતો.
મુંબઇ ડીઆરઆઇ દ્વારા નવ મહિના પહેલા ૫૦ કરોડનું ડ્રગ્સ પકડયું હતું તે કેસમાં આરોપી વોન્ટેડ હતો
પાંચ દિવસ પહેલા સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપરથી રૃા. એક કરોડનો ૯૯૫ ગ્રામ એમડી (મેફેડ્રાન ) ડ્રગ્સના જથ્થા સાથે જમાલપુર દરવાજા પાસે હજારીની પોળમાં રહેતા મહંમદ આરીફ ઉર્ફે મુન્નો જમાલઉદ્દીન કાજી (ઉ.વ.૪૮) તથા જમાલપુર દરવાજા પાસે હજારી પોળમાં રહેતા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ફિરોજખાન મહંમદખાન નાગોરી (ઉ.વ.૫૦) તેમજ જમાલપુર ચાર રસ્તા પાસે બિસ્મીલ્લાનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહીમ પઢીયાર અને ખમાસા ઢાલગરવાડ માં રહેતા સહેજાદહુસેન મજહરહુસેન તેજાબવાલા તથા જમાલપુરમાં રહેતા ઇમરાન એહમદભાઇ અજમેરીની ધરપકડ કરી હતી.
ગુજરાતમાં ખૂલશે ડ્રગ્સકાંડના તાર
પોલીસ તપાસમાં સહેજાદહુસેન તેજાબવાલા નાર્કોટિકસના કેસમાં જામીન ઉપર છૂટયા બાદ હૈદરાબાદ જતો રહ્યો હતો અને ત્યાંથી આવીને મુંબઇમાં ડ્રગ્સનો વેપાર કરતો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયલે ત્રણેય શખ્સો તથા ઇમરાન અજમેરી સાથે કારમાં અમદાવાદથી મુંબઇ ગયા હતા. જ્યાં મુબઇની હોટલ સહેજાદહુસેન તેજાબવાલા રોેકાયો હતો તે હોટલમાં ગયા હતા જ્યાં ફોનથી સહેજાદહુસેન તેજાબવાલા અને ઇમરાન અજમેરીએ મુંબઇમાં ૨૦૧૩થી એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરતા અફાક એહમદ ઉર્ફે અફાક બાવા ઉર્ફે આફત બાવા ઉમર કરોલે ડ્રગ્સ આપ્યું હોવાની માહિતી આધારે પોલીસે આ ડ્રગ્સ માફિયાની મહારાષ્ટ્ર, ગોવા બોર્ડર ઉપરથી ધરપકડ કરી હતી એટલું જ નહી અફાક બાવાનો પુત્ર ફિદા પણ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ કરવા માટે ક્રાઇમબ્રાંચની ટીમે મુંબઇમાં ધામા નાખ્યા હોવાનું ક્રાઇમબ્રાંચના એસીપી, જીતુ યાદવે જણાવ્યું હતું.
ઇમરાન અજમેરી સાથે કારમાં અમદાવાદથી મુંબઇ ગયા
ડીઆરઆઇ દ્વારા જાન્યુઆરી ૨૦૨૦માં રૃા.૫૦ કરોડના ૫૦ કિલો એમ.ડી.ડ્રગ્સ સાથે સિકંદર ચીમું તથા બીજા આરોપીઓને પકડી પાડયા હતા આ કેસમાં અફાક બાવા વોન્ટેડ હતો જેને ડીઆરઆઇ શોધતી રહીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્ર, ગોવા બોર્ડર ઉપરથી દબોચી લીધો હતો. ઉપરાંત ૨૦૦૯માં એન્ટી નાર્કોટિકસ સેલ મુંબઇ દ્વારા ૨૩ કિલો ચરસના કેસમાં પણ અશફાક બાવા પકડાયો હતો જો કે આ કેસ ૨૦૧૨માં ડિસ્ચાર્જ થતાં તે ફરીથી ગોેવામાં રહીને ડ્રગ્સનો કાળોબાર ચલાવતો હતો અને મુંબઇમાં મોટા ભાગના ડ્ર ગ્સ માફિયાને તે મોટા પાયે ડ્રગ્સ સપ્લાય કરતો હતો પોલીસ તપાસમાં કેટલાક મોટા માથાના નામ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે પોલીસ તેના રિમાન્ડ મેળવીને અમદાવાદમાં અન્ય કોણ કોણને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તે સહિતની તપાસ કરવામાં આવશે.