Gujarat Weather : હવામાન વિભાગે ટ્રોપિકલ સર્ક્યુલેશન અને ડિપ્રેશન અંગે માહિતી આપી
Gujarat Weather : અરબ સાગરમાં વાવાઝોડા સર્જવાની સંભાવના વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 21 મેના રોજ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે, જે 22 મેના રોજ લો પ્રેશરમાં રૂપાંતરિત થઇ શકે છે. આ સિસ્ટમ પછી વધુ મજબૂત બનવાની શક્યતા જણાઈ રહી છે. સમયના સાથે તેની તીવ્રતા અંગે વધુ જાણકારી આપવામાં આવશે.
અરબ સાગરમાં બની રહેલી આ સંભવિત વાવાઝોડા જેવી સ્થિતિને હવામાન વિભાગના ટ્રોપિકલ વેધર આઉટલૂકમાં પણ ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. તેમની જાણકારી પ્રમાણે, કર્ણાટકના દરિયાકાંઠા પાસે મધ્ય-પૂર્વ અરબ સાગરમાં 21 મેના રોજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે, જે 22 મેના રોજ લો-પ્રેશરમાં બદલાઈ શકે છે અને ત્યારબાદ ઉત્તર દિશામાં આગળ વધીને વધુ તીવ્ર બની શકે છે.
ટ્રોપિકલ વેધર આઉટલૂકમાં અરબ સાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા અંગે પણ માહિતી આપવામાં આવી છે. હાલમાં, આગામી 120 થી 144 કલાક દરમિયાન ડિપ્રેશન બનવાની શક્યતા ઓછી છે, જ્યારે 144 થી 168 કલાક દરમિયાન આ શક્યતા મધ્યમ હોવાનું કહેવાય છે.
દરિયામાં બનેલી સાયક્લોનિક સિસ્ટમને વાવાઝોડા તરીકે ગણવા માટે ચાર તબક્કા પાર કરવા પડે છે. પહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન, પછી લો-પ્રેશર, ત્યારબાદ વેલમાર્ક લો-પ્રેશર, પછી ડિપ્રેશન અને ડિપ-ડિપ્રેશન અને છેલ્લે વાવાઝોડા તરીકે આ સિસ્ટમ માન્ય થાય છે.
વાવાઝોડાની તીવ્રતા વિવિધ પરિબળો પર આધારિત હોય છે જેમ કે હવાની દબાણની સ્થિતિ, દરિયાઈ પાણીનું તાપમાન, ભેજ અને સૂકા પવન. આ પરિબળો પ્રમાણે વાવાઝોડા મજબૂત કે નબળો થશે તે નક્કી થાય છે.
આ સ્થિતિને લઈને હવામાન વિભાગની તાજી જાણકારી અને અપડેટ માટે નજર રાખવી જરૂરી છે.