Gujarat Weather દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેતવણી
Gujarat Weather ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે ખુશખબરી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી નવીનતમ આગાહીઓ મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શકયતા છે. ખાસ કરીને 12થી 15 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
11 થી 12 જૂન દરમિયાન દમણ, દાદરા-નગર હવેલી, અમરેલી, ભાવનગર, સોમનાથ, તાપી, વલસાડ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવામાન પાટીયું સક્રિય થવાથી આગામી દિવસોમાં રાજયમાં વરસાદી માહોલ વધુ ઊંડો બની શકે છે.
Nagaland & Tripura: Dimapur (dist Dimapur) 3, Agartala AP (dist West Tripura), Kailashahar AP (dist Unakoti) 1 each;
South interior Karnataka: Bangaluru HAL (dist), Bengaluru (dist Bengaluru Urban) 3 each;
Tamil Nadu Puducherry & Karaikal: Chennai (Nungambakkam) (dist Chennai) 2,…— India Meteorological Department (@Indiametdept) June 11, 2025
13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ, 14 જૂનના રોજ રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અરવલ્લી, મહિસાગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 10, 2025
હાલમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા જણાતી નથી, પરંતુ હળવીથી મધ્યમ વરસાદની શક્યતા સાથે ખેડૂતવર્ગ અને સ્થાનિક વાસીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આગાહીઓ મુજબ તૈયારી રાખવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ, ચોમાસું હજી સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી, પરંતુ 12 થી 15 જૂન દરમ્યાન તેનું પ્રવેશદ્વાર ખુલતું જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ઘનિષ્ઠ બને તેવો સંકેત મળ્યો છે.