gujarat weather today : ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી: અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
gujarat weather today : ગુજરાતમાં ગત થોડા દિવસથી ચાલી રહેલા અનિચ્છનીય હવામાન પરિવર્તનમાં હવે વધુ તીવ્રતા આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સ્થિતિ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે આશ્ચર્યચકિત કર્યુ છે. ખાસ કરીને ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. આ હવામાન પલટાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે.
અગાઉથી ગરમીથી પરેશાન લોકોને વરસેલા મેઘોથી થોડી રાહત મળી છે, પરંતુ હવે ચિંતાની વાત એ છે કે આ વરસાદ માત્ર એકાદ દિવસ માટે નહીં, પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદની શક્યતા છે.
ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા?
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચક્રવાતી પવનોના પ્રભાવને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો ખતરો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થવાની સંભાવના છે.
અહીં નોંધપાત્ર છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાનો અંદાજ છે, પણ અમરેલી, ભાવનગર અને અમદાવાદ જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેેડ એલર્ટ જાહેર કર્યો છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભાવનગરમાં વરસાદે માઠી સ્થિતિ ઊભી કરી
ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે. સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે કુંભારવાડા, સંસ્કાર મંડળ, રામમંત્ર રોડ અને કાલિયાબીડમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે:
ભાવનગર: 76 મીમી (2.9 ઇંચ)
બાવલા (અમદાવાદ): 69 મીમી (2.7 ઇંચ)
વડોદરા: 67 મીમી (2.6 ઇંચ)
બોરસદ: 64 મીમી (2.5 ઇંચ)
નડિયાદ: 59 મીમી (2.3 ઇંચ)
જૂનાગઢ: 58 મીમી (2.2 ઇંચ)
નાગરિકોને સતર્ક રહેવાની સલાહ
હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ ખાલી જગ્યા, વીજળીના થાંભલાઓ, વૃક્ષો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહે. જરુરી ન હોય તો ઘરમાં રહેવાનું અનુરોધ કરવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં આવી સ્થિતિ એક ચિંતાજનક હકીકત છે અને શક્ય તેટલું સાવચેત રહેવું અતિ આવશ્યક છે.