Gujarat Weather Update: ચક્રવાતી પવનો લાવશે કાતિલ ઠંડી! હવામાનમાં મોટા બદલાવની IMDની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે
આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ફરી ઠંડી વધી શકે
Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ઠંડીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
તાપમાનમાં આવશે ઘટાડો
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, અને આગામી દિવસોમાં તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચક્રવાતી પવનોના કારણે ઠંડી ફરી વકરી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે.
વરસાદની શક્યતા ઓછી
હાલમાં રાજ્યમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, અને હવામાન શુષ્ક જ રહેશે. જો હવામાનમાં કોઈ મોટા ફેરફાર થશે તો હવામાન વિભાગ તે અંગે સમયસર માહિતી આપશે.
રાજ્યના કેટલાક શહેરોમાં નોંધાયેલ તાપમાન
IMD મુજબ, આજે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન આ પ્રમાણે નોંધાયું છે:
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 3, 2025
અમદાવાદ – 17°C
ગાંધીનગર – 15.5°C
વડોદરા – 16.8°C
સુરત – 17.2°C
ભુજ – 13.8°C
નલિયા – 8.6°C (રાજ્યમાં સૌથી ઓછું તાપમાન)
દ્વારકા – 19.8°C
ઓખા – 20.8°C
રાજકોટ – 15.4°C
ભાવનગર – 17.4°C
આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ફરી ઠંડી વધી શકે છે. IMDના અપડેટ્સ અનુસાર, ગુજરાતમાં હવામાન સ્થિર રહેશે, પણ જો કોઈ મોટા બદલાવ થશે તો તે અંગે નવી આગાહી આપવામાં આવશે.