વિધાનસભાને અનુલક્ષીને શાસક અને વિપક્ષ વચ્ચે ચડસાચડસી જોવામળી રહી છે. ત્યારે હાર્દિકે એક નિવેદન આપ્યું છે હે જન સમુદાય માટે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. હાર્દિકે કહ્યું હતું કે ” ગુજરાતની જનતા એટલી સસ્તી નથી કે ભાજપ તેને ખરીદી શકે.”
વર્તમાન સમયમાં રાજકીય પક્ષો વોટબેંક માટે રાજનીતિ કરી રહ્યાના આક્ષેપો પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે. કાર્યકરો અને સાંસદોને ખરીદી તરફેણમાં કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. યુવા આંદોલનકારીઓ પણ રાજકીય રોટલા શેકી રહ્યા છે. ત્યારે હાર્દિકે આપેલું આ નિવેદન હાર્દિકની નીતિ સામે ઘણા સવાલો ઉભા કરે છે.
ચર્ચાના એરણ પરથી જાણવા મળી રહ્યું છે કે યુવા આંદોલનકારી નેતાઓનો પોતાનો વિકાસ જોરશોરથી થયો છે. ખુબ ટૂંકા ગાળામાં થયો છે. આજનું યુવાધન રાજકીય શસ્ત્રના આધારે આગળ ધપવા તત્પર બન્યું છે ત્યારે સમાજના વિકાસના નામે પોતાનો વિકાસ કરવાની નીતિ સાસમાજ માટે નુકસાસનકારક છે.
ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર અન્ના હજારેના આંદોલન બાદ અરવિંદ કેજરીવાલ સહિતના ઘણા લોકો રાજકીય ક્ષેત્રે કારકિર્દી ધપાવી છે. મોટા મોટા વાયદા બાદ વિશ્વાસનોમત મેળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. તેમ હાલ ગુજરાતમાં પણ યુવા ત્રિમૂર્તિ જંગે ચડી છે.રાજકીય નિવેદનમાં પોતાની વિચારધારા સ્પષ્ટ કરી હોઈ તેવું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાટણની જાહેર સભામાં હાર્દિકે પણ કોંગ્રેસને વિશ્વાસ આવે તેવા કર્યો કરવાનો ર્ઉલ્લેખ કર્યો હતો. ત્યારે વર્તમાન સમયમાં ભાજપ દ્વારા કરાઈ રહેલા પ્રયત્નમાં હાર્દિકનું નામ મોખરે છે. તેને ભાજપ દ્વારા રાજદ્રોહના કેસ માથ્યહી પણ મુક્તિ આપવામાં આવી છે. ત્યારે ખરીદવા અંગેનું નિવેદન તેની અપેક્ષા સાબિત કરે છે. ત્યાર જોવું રહ્યું કે ભાજપ કે કોંગ્રેસ તરફથી હજુ કેટલા વધારે લાભ હાર્દિકને મળી શકે.