Guru Purnima 2025 : ગુરુ પૂર્ણિમાની શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને દાનની મહત્તા
Guru Purnima 2025 : આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારે ઉજવાશે. અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવાતા આ પર્વને ભારતીય સંસ્કૃતિમાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને અર્પણ ભાવ વ્યક્ત કરે છે. અનેક લોકોએ ગુરુ પાસેથી દીક્ષા લઈને જીવનમાં નવો માર્ગ અપનાવ્યો હોય છે.
ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ મંત્રના રહસ્યને સમજીએ
આ દિવસે અનેક લોકો “દીક્ષા મંત્ર” પ્રાપ્ત કરે છે જેને “ગુરુ મંત્ર” કહેવાય છે. આ મંત્ર વ્યક્તિના આધ્યાત્મિક જીવનની દિશા નક્કી કરે છે. ગુરુ દ્વારા મળતો મંત્ર એટલે કે “ॐ श्री गुरुभ्यो नमः” અથવા “गुरवे नमः” જેવા મંત્રોનું જાપ કરવાથી ચિત્તની એકાગ્રતા વધે છે અને શુભ ફળ મળે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેની આ પાવન કડી જીવનભર માટે અમૂલ્ય બની રહે છે.
ગુરુ પૂર્ણિમાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ મુજબ ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદ વ્યાસજીના અવતરણ દિવસ તરીકે ઉજવાય છે. તેમણે મહાભારત, શ્રીમદ ભાગવત ગીતાનું સંકલન અને ચાર વેદોની રચના કરી હતી. તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન માનવામાં આવે છે – એટલે કે “गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः…”
ગુરુ પૂર્ણિમાની શાસ્ત્રોક્ત પૂજા વિધિ
વહેલી સવારે સ્નાન કરીને પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો.
તમારા જીવનના ગુરુ – માતા-પિતા, શિક્ષક કે આધ્યાત્મિક માર્ગદર્શકનું સ્મરણ કરો.
ગુરુની સામે દીવો, ફૂલો અને ધુપથી પૂજન કરો.
ગુરુ મંત્રનો 108 વખત જાપ કરો.
બ્રાહ્મણ કે જરૂરિયાતમંદોને કેળા, પીળી મીઠાઈ, હળદર અને પીળા કપડાંનું દાન કરો.
શક્ય હોય તો વ્રત રાખો અને મંદિરમાં પરિક્રમા કરો.
ગુરુ મંત્રનો જાપ આપશે જીવનમાં શાંતિ અને માર્ગદર્શન
ગુરુ મંત્ર શિષ્યના મનને નિર્વિઘ્ન અને શાંતિમય બનાવે છે. ગુરુ દ્વારા આપવામાં આવેલો આ મંત્ર આત્મસંયમ, ધૈર્ય અને જીવંત ઉર્જાનો સ્ત્રોત બની રહે છે. નિયમિત જાપથી જીવનમાં જ્ઞાન, ભક્તિ અને સાધના પક્તિ થાય છે.
Guru Purnima 2025 એ માત્ર ધાર્મિક તહેવાર નહીં, પણ આત્માનુશાસન અને ગુરુભક્તિનો વિશિષ્ટ અવસર છે. આ દિવસે ગુરુને સમર્પિત થવાથી જીવનમાં નવી દિશા મળી શકે છે.