ગાંધીનગર એચએનટુ વાયરલ સામે રાજ્ય સરકારે જે પગલા લીધા તેને લઈને આરોગ્ય મંત્રી અવગત કરાવતા કહ્યું કે, ગભરાવવાની જરુર નથી. સરકારે દવાની જરુરીયાત પૂર્ણ કરી છે. હજું સુધી એક પણનું મોત H3N2 વાયરસના કારણે થયું નથી.
એચથ્રીએનટુ વાયરસ અંગે રાજ્ય સરકારે શું પગલા લીધા તે અંગે સરકાર તરફથી આરોગ્ય મંત્રીએ કેટલીક વિગતો સ્પષ્ટ કરી હતી. વિધાનસભામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રોગચાળા સામે તૈયારીના ભાગરુપે ઈન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. સીઝનલ ફ્લૂના લક્ષણોના ટેસ્ટ રાજ્યની 13 લેબોરેટરીમાં વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. વાયરસથી કોઈ પણ પ્રકારે ડરવાની જરુર નથી.
રાજ્યમાં H3N1ના 83 કેસ
H3N2 વાયરસથી એક પણ મૃત્યુ થયું નથી. વડોદરામાં થયેલા મોત મામલે હજુ સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રાજ્યમાં H3N1ના 83 કેસ છે. રોગચાળા સામે તૈયારીના ભાગરુપે ઈન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલ કરાયો. તમામ સીઝનલ ફ્લૂ કેસોની નામ સાથેની વિગતવાર જીઈઆરએમઆઈએસ પોર્ટલ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈ પ્રમાણે અમલવારી કરવામાં આવી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.
2 લાખ 74 હજાર 400 જેટલો દવાનો જથ્થો રીઝર્વ
સિવિલ જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓસેલટામાવીર દવાનો જથ્થો રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 લાખ 74 હજાર 400 જેટલો જથ્થો વેરહાઉસમાં રીઝર્વ કરવામાં આવ્યો છે. આમ તેમણે આમ વાયરસ સામે અત્યાર સુધીમાં સું કામગિરી કરી તેને લઈને આ વિગતો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત કોરોનાના કેસો પણ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં 100થી વધુ કેસો ગઈકાલે સામે આવ્યા હતા ત્યારે અત્યારે મોટી હોસ્પિટલમાં આ માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.