હાર્વર્ડના રિસર્ચરોનો દાવો -ગુજરાતનાં મોત વિશ્વમાં સૌથી વધુ હતાં: આંકડો છૂપાવાયો
હાર્વર્ડના રિસર્ચરોનો દાવો, 2021ના એપ્રિલ માસમાં અપેક્ષા કરતા 480 % વધુ મૃત્યુ થયાનો ધડાકો, દુનિયામાં એક માસમાં સૌથી વધુ મૃત્યુ
કોરોનાવાયરસ મહામારીનો દોર લંબાયો છે અને બીજી લહેર દરમિયાન કેસ અને મૃત્યુના દરમાં વધારો થયો હતો અને કેટલાક રાયોમાં મોતના આંકડા છૂપાવવામાં આવ્યાના અહેવાલો બહાર આવ્યા હતા અને હવે એ જ રીતે ગુજરાતમાં પણ મૃત્યુના આંકડા છુપાવવામાં આવ્યા હતા તેવો ધડાકો હાર્વર્ડના રિસર્ચરો દ્રારા કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જે રાજય સરકારોના આંકડા પર નિર્ભર રહે છે તેણે ગુજરાતમાં કુલ મૃત્યુઆકં 10,080 દર્શાવ્યો છે.
ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ થી થયેલા મૃત્યુના આંકડાઓ છૂપાવવામા આવ્યા છે અગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી 54 નગરપાલિકાઓના આંકડા સમગ્ર રાજયની સત્તાવાર મૃત્યુની સંખ્યા કરતા ઘણા વધુ છે.
હાર્વર્ડના રિસર્ચરોના રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં 1 માસમાં સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં એપ્રિલ 2021માં નોંધાયા હતા.
એકવાડોરમાં એપ્રિલ 2020માં 411 ટકા જેટલી મૃત્યુ દરમાં વૃદ્ધિ રહી હતી અને એ જ રીતે પેરૂમાં 2021ના એપ્રિલ માસમાં મૃત્યુનો દર 345 ટકા જેટલો વધારો નોંધાયો હતો પરંતુ ગુજરાતમાં દુનિયાનો એક મહિનાનો સૌથી વધુ મૃત્યુ દર નીકળ્યો છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ આ દરમિયાન એપ્રિલ મહિનાની શઆતમાં દૈનિક નવા કેસ 2400થી 6 ગણા વધીને મહિનાના અંતમાં લગભગ 14000 થઈ ગયા હતા. સંશોધકોએ નાગરિક મૃત્યુ રજીસ્ટર પરથી ડેટા લીધો હતો અને તેમણે એમ પણ કહ્યું કે માર્ચ 2020 અને એપ્રિલ 2021ની વચ્ચે 54 નગરપાલિકાઓમાં લગભગ 16000થી વધુ મૃત્યુ થયા છે.
જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્રારા મૃત્યુના આંકડાઓએ વધુ હોવાના દાવાને પડકારવામાં આવ્યો છે અને એમ કહ્યું છે કે કેટલાક મૃત્યુના કેસ મીસ થયા હશે. કેન્દ્ર દ્રારા તમામ રાજ્યોને મિસ થયેલા મૃત્યુ બારામાં ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.