Hatkeshwar Bridge demolition : હાટકેશ્વર બ્રિજ તોડી નખાશે: લોકોના ટેક્સનું પાણી જેમ વેડફાટ ?
Hatkeshwar Bridge demolition: અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એક મહત્વના બ્રિજ વિશે હાલમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. 2017માં ભવ્ય શરૂઆત કરનાર આ બ્રિજ હવે માત્ર ચાર વર્ષના ટૂંકા સમયગાળા બાદ તોડી પાડવામાં આવશે. એવું શા માટે બને છે કે કરોડો રૂપિયામાં બનેલ બ્રિજ જ અયોગ્ય સાબિત થાય છે? આ પ્રશ્ન હવે અમદાવાદીઓના મનમાં ઊભો થયો છે.
ત્રણ વર્ષથી બંધ બ્રિજ હવે તોડી પડાશે
હાટકેશ્વર બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે. શરૂઆતમાં તેમાં પડેલા ગાબડાંઓને લઈ માઈક્રો કોંક્રીટ વડે રીપેરિંગ કરવામાં આવી હતી, છતાં સમસ્યા સમાપ્ત ન થઈ. અંતે, લોકોની સલામતીને ધ્યાનમાં રાખી બ્રિજને પૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો.
42 કરોડમાં બનેલો, હવે 10 કરોડમાં તોડી પડશે – કુલ ખર્ચ 53 કરોડ!
આ બ્રિજ માટે પહેલા 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે તેને તોડવા માટે નવા ટેન્ડર હેઠળ 9.31 કરોડ (લગભગ 10 કરોડ)નો ખર્ચ થશે. આમ સરકારી નાણાંમાંથી કુલ 53 કરોડ રૂપિયાનો ખર્ચ થશે – તે પણ એક એવો ઢાંચો જે માત્ર ચાર વર્ષ ચાલ્યો.
ત્રણ વર્ષથી ખાલી પડેલ અને હવે પાર્કિંગ તરીકે ઉપયોગમાં
હજુ સુધી આ બ્રિજ માત્ર પાર્કિંગ તરીકે ઉપયોગમાં હતો. વાહનવ્યવહાર માટે જેનુ નિર્માણ કરવામાં આવ્યું, તે હવે પોતાના હેતુમાં નિષ્ફળ રહ્યું છે. શું એંજીનીયરીંગમાં ખામી હતી? કે નિર્માણ દરમિયાન ગુણવત્તા સાથે?
IIT રૂડકીનો રિપોર્ટ અને નબળી ગુણવત્તાનો ખુલાસો
ફેબ્રુઆરી 2023માં IIT રૂડકીના નિષ્ણાંતો દ્વારા બ્રિજની સાઈટ વિઝિટ કરવામાં આવી. તેમના રિપોર્ટ મુજબ બ્રિજ માટે વપરાયેલી કોંક્રીટની ગુણવત્તા નબળી હતી. તજજ્ઞ પેનલ દ્વારા 13 એપ્રિલે આપવામાં આવેલા રિપોર્ટમાં પણ આ મુદ્દા પર ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. IRC-5 મુજબ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં તે માત્ર 4 વર્ષમાં જ બેઉપયોગી બન્યો.
કોણ જવાબદાર? જનતા પૂછે છે સવાલ
આ ઘટનાએ અમદાવાદના સામાન્ય નાગરિકોમાં કંટાળાની લાગણી જગાવી છે. જ્યારે 53 કરોડ રૂપિયાનું વિપુલ સરકારી નાણું વપરાઈ ચૂક્યું છે, ત્યારે એના પાછળ કોણ જવાબદાર છે? હજી પણ સરકારી વિભાગો અને કોન્ટ્રાક્ટરો એકબીજાની ઉપર જવાબદારી ઠેલતાં રહેશે?
હાટકેશ્વર બ્રિજની ઘટના એ માત્ર એક સ્ટ્રક્ચરલ ખામી નહીં પણ એક સંસ્થાગત નિષ્ફળતા છે. જ્યારે લોકો ટેક્સ ભરતાં રહે છે, ત્યારે આવા કિસ્સાઓ લોકોને વેદનાની સાથે સાથે સવાલ કરવા માટે પણ મજબૂર કરે છે – “શું આ ડેવલેમ્પમેંન્ટ છે કે નિષ્ફળતા?”