70
/ 100
SEO સ્કોર
Heatwave Protection હિટવેવથી રક્ષણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા સૂચનો કરવામાં આવ્યા
Heatwave Protection જિલ્લામાં આગામી સમયમાં હિટવેવની સંભાવનાઓને ધ્યાને લેતા જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા હિટવેવથી રક્ષણ માટે નીચે વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે.
લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું
આટલુ કરો
રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષે ની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
વાઈ, હ્ર્દય, કીડની કે યકુત સંબધિ બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટર ની સલાહ લેવી.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનુ ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચા ના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
બાળકો, વ્રુદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે. તેમની વિશેષ કાળજી લો.

કામદાર અને નોકરીદાતા માટે :
કાર્ય ના સ્થળે પીવા ના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ, બરફ ના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો.
બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યા સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો.

આપના કાર્યાલય કે રહેઠાણ ના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો.
જો તમને ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘર ના કોઈ સદ્સ્ય ને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.
ઘરને શીતળ રાખવા માટે :
ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હ્વાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.
બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા,ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમીને ઓછી રાખે છે. એયર કંડીશનરનુ તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમીને રોકશે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામના નિષ્ણાંતની સલાહ લો.

લુ લાગેલ વ્યક્તિની સારવાર
ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા લીંબુ શરબત/તોરાની જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.
આટલુ ન કરો.
બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ. આ સમયે રસોઈ ન કરોહવા, રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ, ચા, કોફી, સોફટ ડ્રીંક્સ ન લો, પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો.
કૃષિ વિષયક:
આટલુ કરો.
ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો.નિદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંક્લરથી સિંચાઈ કરો.
પશુપાલન
આટલુ કરો
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી વધુ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો કે, ફોગસ લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જઈ જાવ. આહારમાં તેમને લીલો ચારો આપો. પ્રોટીન ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ. મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવ્સ્થા કરો.
આટલુ ન કરો
બપોર ના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.