Hiralba Jadeja arrest case : કુતિયાણાના પૂર્વ ધારાસભ્યની પત્ની હિરલબા જાડેજાની ધરપકડ, ઈઝરાયેલમાં વસવાટ કરતી મહિલાએ નોંધાવી હતી ફરિયાદ
Hiralba Jadeja arrest case : પોરબંદરના કુતિયાણા વિસ્તારના પૂર્વ વિધાનસભ્ય ભુરા મુંજા જાડેજાની પત્ની હિરલબા જાડેજા પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે .અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ઈઝરાયેલમાં વસવાટ કરતી પોરબંદર નિવાસી લિલુ ઓડેદરા નામની મહિલાએ પોલીસને ફરિયાદ આપી હતી જેમાં અનેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, લિલુ ઓડેદરાએ જણાવ્યું હતું કે તેમણે હિરલબા જાડેજા તેમજ હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો પર આરોપ મૂક્યો છે કે તેમણે રાત્રે તેના પતિ અને પુત્રને ઘરમાં ઘૂસી અપહરણ કરી લીધા હતા. આરોપ છે કે બંનેને હિરલબા જાડેજાના બંગલેથી લઈ જઈને ત્યાં જ ગોંધી રાખ્યા ગયા હતા અને 70 લાખ રૂપિયા ઉઘરાવવા દબાણ કરવામાં આવ્યું હતું.
આરોપીઓએ વિડિયો કોલ દ્વારા ફરિયાદીની દીકરી અને તેના પતિ સાથે સંપર્ક સાધી પૈસાની માંગ કરી હતી. ઉપરાંત જમીન, પ્લોટ, દાગીના વગેરે આપવાની ફરજ પાડવામાં આવી અને જો તે ન કરાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર હિતેશ ઓડેદરાએ દબાણ દ્વારા અનેક કોરા ચેકમાં સાઇન કરાવ્યા હતા. વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરીની ઓળખ તરીકે સોનાનો દોઢ તોલાનો બેરખો અને ચેઈન સહિત દાગીના પણ લઈ ગયા હોવાનું જણાવાયું છે.
આ મામલામાં વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીની દીકરીના પતિને 17 દિવસ અને પુત્ર રણજીતને 12 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન દબાણ કરીને કુલ 70 લાખ રૂપિયાનું ઉઘરાણું કરાવાયું હતું.
હાર્બર મરીન પોલીસે સમગ્ર મામલે IPC હેઠળ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.