Hitesh Patel Appointment હિતેશ પટેલ (પોચી) ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં મહત્વપૂર્ણ નિમણૂંક
Hitesh Patel Appointment ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC) માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી) ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂંક કરી છે.
આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી) ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
બંને મહત્વપૂર્ણ કમિટીમાં સ્થાન મળવા બદલ હિતેશ પટેલે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અને કેન્દ્રના શિર્ષ નેતૃત્વનો તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યસભાના સંસદ સભ્ય નરહરીભાઈ અમિનનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
હિતેશ પટેલ (પોચી) હાલમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર તેમજ જીલ્લામાં ભાજપના ઝોન મિડીયા કન્વીનર તરીકે કાર્યરત છે.