રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી ડ્રગ્સને બદીઓને ડામવા મોટા-મોટા કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. અને દરરોજ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવી રહ્યુ છે. ખુદ ગૃહરાજ્યમંત્રી કહી રહ્યા છે ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસ દિવસરાત ખડેપગે ફરજ બજાવી માફિયાઓનો ઇરાદોઓ નિષ્ફળ બનાવી રહ્યા છે આ મામલે તમામ એજન્સીઓ પણ કટિબદ્ર હોવાનું દાવાઓ કરવામાં આવી રહ્યા છે જે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા તે દરમિયાન પત્રકાર દ્રારા પ્રશ્ન પૂછતા જવાબ કોરણે મૂકી હર્ષસંઘવી મિડિયાને સલાહ આપવા લાગ્યા હતા
પત્રકારે પ્રશ્ન : તમે કહી રહ્યા છો કે ATS ,પોલીસ સારુ કામ કરી રહી છે તો પછી ગ્રેડ પે મુદ્દે સરકાર કેમ ખુલાસો નથી કરતી
હર્ષસંઘવી જવાબ : તમે પત્રકારત્વ આટલા વર્ષોથી કરે છે ગ્રેડ પે હોય ગ્રેડ પેના આધારિત છેલ્લે દર મહિને મળતી પગારની રકમ કંઇ રીતે વધે એ મહત્વનું છે દેશના અલગ-અલગ રાજ્યના ઇતિહાસમાં આટલા ટકા એકસાથેનું વધારો કોઇ પણ રાજ્યમાં થયો હોય તો એવો દાખલો લાવ તેમણે રાજ્કીય પક્ષો પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યુ કે દરરોજ અલગ-અલગ પ્રશ્નને માહોલ બગાડવા અને ભોલાભાલા પોલીસના સ્ટાફને અલગ દિશામાં પ્રત્યન જરૂરથી થઇ રહ્યા છે પરંતુ હું વિશ્વાસ આપવું કે ગુજરાત પોલીસે જે કામગીરી ગુજરાત માટે કરી છે તેના માટે સરકાર દ્રારા પોલીસની દુવિધા5
પત્રકારના પ્રશ્ન : રાજ્યની પોલીસ ડ્રગ્સ પકડી રહી છે એ સારી બાબત છે પણ એવા રાજ્યમાંથી પકડાય છે જયા અન્ય પક્ષોની સરકાર છે
હર્ષસંઘવીનું જવાબ : તમામને વિનંતી કરુ છુ આ જવાબ કાપતા નહી મુઝફ્ફરનગર કયા રાજ્યમાં છે આ રાજ્યની રાજ્કીયપાર્ટીઓની લડાઇ નથી આ લડાઇ દેશની બહારથી જે લોકો ડ્રગ્સના દૂષણને ફેલાવવા આપણા રાજ્યમાં કે દેશમાં પ્રત્યન કરતા હોય તો અમે કયારેય રાજ્યની બોર્ડરો નથી જોતા નેશનલ સ્તરની એજન્સીઓ છે એને હંમેશા શેયર કરતા હોઇએ છીએ આમા કોઇપણ રાજ્યની સીમા કયારેક નડતી નથી
ગૃહરાજ્યમંત્રી પત્રકારોને સલાહ આપતા કહ્યુ કે પત્રકારત્વ કરતા તમામ લોકોને વિનંતી કરું છું 10 કાગળનું રિપોર્ટ અને વાંચવા માટે સમય જરૂર કાઢજો 10 પાનની રિપોર્ટ આખું તમે સંભાળશે રાજનિતિક પાર્ટીની બે લાઇન સંભાળીને આપણે આપણું મન ન બનાવું જોઇએ 10 કાગળની રિપોર્ટમાં જે રાજ્ય અને શહેર નામ ગુગલ કરશે તો બધું આવી જશે
પત્રકારના પ્રશ્ન : તમે પોલીસનો પેકેજ તો વધારી દીધુ છે પણ પોલીસના ગ્રેડ પે નું શું
હર્ષસંઘવીનું જવાબ: પોલીસનું જે પેકેજ છે તેનું પહેલા સ્ટડી કરો ગ્રેડ પે કયાં પંચ પછી બીજા રાજ્યની અંદર ગ્રેડ પે ખરેખર બદલાયું નથી એવી જાણકારી આપ સ્ટડી કરીને જોવુ એવી હું વિનંતી કરુ છું પોલીસના જે પ્રશ્રનો છે તે અમે લોકો દાદ ફરિયાદ કમિટી દ્રારા રેગ્યુલેર એનું નિરીક્ષણ કરતા હોઇએ છે આ નિરીક્ષણ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે.