વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તેના લઇ રાજ્કીય માહોલ પણ ગરમાયો છે. તમામ રાજ્કીય પક્ષો એકબીજા પર આકરાપ્રહારો કરી રહ્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે AAP અને કોંગ્રેસ પર ગતરોજ તીખા પ્રહાર કર્યા હતા આજે સુરત ખાતે મેગા મેડિકલ કેમ્પના આયોજન સુરત આર્ટસ અને કોર્મસ કોલેજમાં રાખવામાં આવ્યું હતુ તે દરમિયાન પ્રમુખ પાટીલે કાર્યકરો સંબોધતા ફરી એકવાર આગામી ચૂંટણીને લઇ આહવાન કર્યુ છે હવે થોડકા દિવસમાં ચૂંટણી આવી રહી છે યુદ્રની તૈયારીઓ થઇ ચૂકી છે
શસ્ત્રો સરંજામ તૈયાર કરી લેજો મેદાનમાં ઉતરો ત્યારે કોઇ પણ દયા ન હોવી જોઇએ એક માત્ર જીતનું લક્ષ્ય હોવું જોઇએ તેમણે કહ્યુ કે આ વડાપ્રધાન નરેન્દ્રમોદીની સેના છે સેનાપતિઓ લક્ષ્ય નિશ્રિત કર્યુ છે સીટ તો આપણે જીતવી છે પરંતુ દરેક સીટ પર 50 હજારથી વધુ લીડથી જીતવાની છે કોંગ્રેસ સરકાર બનાવવા તોડજોડ કરે છે પહેલા સરદાર પટેલને દેશના વડાપ્રધાન બનાવાના હતા પરંતુ કોંગ્રેસ નેહરુને બનાવ્યા વડાપ્રધાનને રેવડી નહી વહેંચી કોરોનાકાળમાં વેક્સિન આપીને જીવ બચાવ્યા આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડેલ છે આ અર્બન નકસલવાદીઓને ઓળખવાની જરૂર છે.