Horticulture Scheme for SC Farmers: બાગાયતી ખેતી તરફ ખેડૂતોનો વધતો ઝોક
Horticulture Scheme for SC Farmers: ભાવનગર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા ખેડૂતો હવે પરંપરાગત પાકોને બદલે બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આંબા, કેળ, નારિયેળ, દાડમ, સફરજન, લીંબુ અને સીતાફળ જેવા પાકોનું ઉન્નત વાવેતર કરીને ખેડૂતો વધુ ઉત્પાદન અને નફો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા પણ આવા પાકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ છે.
SC શ્રેણીના ખેડૂતોએ સહાય માટે અરજી કઈ રીતે કરવી?
ભાવનગર જિલ્લામાં અને અન્ય વિસ્તારોના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે બાગાયત વિભાગ દ્વારા ખાસ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાના ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 19 જુલાઈ 2025 છે અને અરજી ઓનલાઈન રીતે i-Khedut Portal 2.0 પરથી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના દસ્તાવેજો અપલોડ કરીને અરજીની પ્રિન્ટ લઈ રાખવી અને મંજૂરી બાદ જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે ક્લેઇમ ફાઇલ કરવાની રહેશે.
સહાય કઈ કઈ યોજનાઓ માટે મળે છે?
બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી મુખ્ય સહાયલક્ષી યોજનાઓમાં સામેલ છે:
કાપણી અને પ્રોસેસિંગ સાધનો માટે સહાય
પેકિંગ મટિરિયલ્સ માટે સહાય યોજનાઓ
ડ્રેગન ફળ (કમલમ) વાવેતર યોજના
પપૈયાંની ઉપજ વધારવા માટે કાર્યક્રમ
સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ યોજના
શાકભાજી અને ફળપાક માટે ગ્રેડિંગ અને સંગ્રહ એકમો
જૂના બાગોને પુનઃસર્જન કરવા માટેની યોજના (આંબા, લીંબુ)
અનુકૂળ ઘટકો માટે ખાસ સહાયનો લાભ
આ યોજનામાં ક્રોપ કવર (શાકભાજી અને ફળપાકો માટે), ફ્રૂટ બેગ, પેકિંગ સાધનો, તેમજ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ પણ સામેલ છે. ખાસ કરીને સરગવા, કેળા (ટિશ્યુ પદ્ધતિ), જામફળ, દાડમ અને સીતાફળ જેવા પાકોમાં સરકાર તરફથી 90% સુધીની સહાય પણ મળતી હોય છે.
આ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે i-Khedut પોર્ટલ પર ટાઈમસર નોંધણી કરવી ખૂબ જરૂરી છે. મંજૂરી બાદ તમામ કાગળો સાથે દસ્તાવેજો નાયબ બાગાયત નિયામક, નવાપરા, ભાવનગર કચેરીમાં સમયસર સબમિટ કરવા ફરજિયાત રહેશે.