ગુજરાત વિધાનસભા ચુંટણી એવા એ પહેલા ઘણી પાર્ટીઓ પ્રચાર રેલીઓ ચાલુ કરી દીધી છે. આ વખતે ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ચુંટણી લડશે.
ગુજરાત ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કમર કસી છે અને 20 હજારથી વધુ બુથોને મજબુત કરવાનો પ્લાન બનાવ્યો છે. સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પણ તોડવાનો સમાંતર પ્લાન બનાવ્યો છે.
સૂત્રોનું માનવામાં આવે તો 20 જેટલા ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન છે તેમાં પાટણના ધારાસભ્યનું મિશન પાર પડવાને હાથ વેંતની વાર હોવાની ચર્ચા છે. આ બુથો પર સામાજિક આગેવાનો, સાધુ સંતોની મદદ લેવાઇ રહી છે.
ભાજપ જે રીતે ૧૫૦ થી વધારે સીટોનુ અનુમાન કરીને બેઠું છે. શું લાગે છે કે આ વખતેભાજપ ૧૫૦ સીટ મેળવશે ગુજરાત સરકાર સામે આ વખતે ઘણા મુદ્દો પર વિરોધ પ્રદશન કરવામાં આવ્યા છે. તે જોતા શું જનતા ભાજપ ને ૧૫૦ સીટો થી સરકાર બનાવા દેશે. આ વખતે આમ આદમી પાર્ટી પંજાબ પછી તેમની નજર ગુજરાત પર છે જો આમ આદમી પાર્ટી-કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડે તો ભાજપ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
ભાજપને આ વર્ષોમાં આ બધા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
વન રક્ષકની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ફરતા થયાં જવાબો
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં.
પોલીસે ગ્રેડ પેનો મામલો ફરી ગરમાયો
પોલીસે ગ્રેડ પેનો મામલો ફરી ગરમાયો છે. સસ્પેન્ડેડ પોલીસ કોન્ટેબલ નીલમ મકવાણાએ આજથી ઉપવાસ આંદોલન પર હતાં. ઉપવાસ કરી રહેલા નીલમ મકવાણાની પોલીસે અટકાયત કરી છે. નીલમ મકવાણા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતાં. તેમણે ગાંધીનગર ખાતે પોસ્ટર સાથે દેખાવ કર્યા હતાં. સરકારે કમીટી રચના કર્યા બાદ આજે પાંચ મહિના સમય થયો છે. તેમ છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતા નીલમે ઉપવાસ શરૂ કર્યા હતાં. તેમણે ગ્રેડ પે મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર અખબાર ભવન પાસે મહિલા કોન્સ્ટેબલ ગ્રેડ પે મામલે આમરણ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. આ મામલે મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ ગ્રેડ પેની માંગણી પર કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું અન્ન ત્યાગ કરું છું. સરકારે આ પહેલા કમિટી રચીને 2 મહિનામાં જવાબ આપવાનું કહ્યું હતું. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.
રાજ્યમાં તબીબોની હડતાલ
રાજ્યમાં ઘણા દિવસોથી તબીબોની હડતાલ ચાલી રહી હતી. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે ગુજરાતના સરકારી તબીબોને ગાંધીનગરનું તેડું આવ્યાના સમાચાર હતા. માગણીઓ સંદર્ભે આરોગ્ય વિભાગે બેઠક કરવા માટે તૈયારી બતાવી છે. આરોગ્યમંત્રી અથવા આરોગ્ય અધિકારીઓ સાથે સાંજે તબીબોની બેઠક યોજાશે. જો કે આ અગાઉ ચાર વખત સરકારી તબીબો ગાંધીનગર બેઠક માટે પહોંચ્યા હતા. પેંશન બઢતી બદલી અને સરકારી સહાય સહિત 16 માગણીઓ સંદર્ભે તબીબો ઘણા દિવસથી હડતાલ ઉપર હતા.
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ
કપરાડા-ધરમપુર, વાંસદા, તાપીમાં કેન્દ્ર સરકારના સૂચિત પાર-તાપી- નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ભારે વિરોધ થયો હતો. વિશાળ રેલીઓ સાથે વિરોધ પ્રદર્શન બાદ હવે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાંથી 3 હજારથી વધુ આદિવાસી સમાજના લોકો ગાંધીનગર પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહ નામે આયોજીત કાર્યક્રમમાંથી આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કોંગ્રેસના અને વિવિધ વિસ્તારમાં આવેલા આદિવાસી નેતાઓના સંબોધનને પગલે સમગ્ર કાર્યક્રમ ચાર કલાક જેટલા સમય સુધી ચાલ્યો હતો.
ખેડૂતો વીજળીની માંગને લઈને વિરોધ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો ખેતી માટે આઠ કલાક વીજળીની માંગને લઈ પોતાનો વિરોધ નોધાવ્યો હતો. ખેતી માટે 8 કલાક વીજળી નહીં આપતા ખેડૂતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેતીની વિવિધ પડતર માંગણીઓને લઇ ખેડૂતોઓએ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ખેડૂતોની આ રેલીને ગાંધીનગરના પેથાપુર પાસે થોડા સમય માટે અટકાવતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.
યુક્રેનથી પરત આવેલા MBBS સ્ટુડન્ટ્સ કફોડી સ્થિતિમાં મુકાયા
યુક્રેનમાં યુદ્ધના કારણે પરત આવેલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સનું ભવિષ્ય અંધકારમય જણાય છે. હવે તેમનું શું થશે તે કોઈ નથી જાણતું. ઘણા સ્ટુડન્ટ પરત આવી ગયા છે, પરંતુ હવે ભારતમાં શું કરવું તે નક્કી નથી. જે લોકો યુક્રેનમાં ફસાઈ ગયા છે તેમને પણ ભવિષ્યના પડકારોનો ખ્યાલ નથી. ભારતીય સત્તાવાળાઓએ કહ્યું કે વિદેશથી ભારત આવેલા સ્ટુડન્ટ્સને ભારતની મેડિકલ કોલેજોમાં સમાવી લેવા શક્ય નથી.