Hurun India Women Leaders: મૃણાલ પંચાલ: ઈન્ફ્લુએન્સરના જગતમાં ગુજરાતનું નામ ચમકાવ્યું
Hurun India Women Leaders: હુરુન ઈન્ડિયા વુમન લીડર્સ 2025 યાદીમાં ગુજરાતનો દબદબો જોવા મળે છે. દેશભરના 100 મહત્વપૂર્ણ મહિલા નેતાઓમાં ગુજરાતના 9 નામ સામેલ છે, જે વ્યવસાય, સ્ટાર્ટઅપ, ચેરિટી, કળા તથા અન્ય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
મૃણાલ પંચાલ: ઈન્ફ્લુએન્સરના જગતમાં ગુજરાતનું નામ રોશન
મૃણાલ પંચાલ, વાપીની ઉદ્યોગસાહસિક અને મૃચા બ્યુટીની સ્થાપક, ઈન્ફ્લુએન્સર કેટેગરીમાં ટોચ પર સ્થાન મેળવી છે. ઈન્સ્ટાગ્રામ પર 55 લાખથી વધારે ફોલોઅર્સ સાથે તેમણે સૌંદર્ય જગતમાં વિશિષ્ટ ઓળખ બનાવી છે.
માધવી પારેખ: 83 વર્ષની ઉંમરે ચમકતી કળા
પ્રખ્યાત પેઇન્ટર માધવી પારેખે ઉંમરના 83મા વર્ષે પણ કળાની દુનિયામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 1 કરોડના ટર્નઓવર સાથે તેઓ આ યાદીમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.
સલોની આનંદ: સ્ટાર્ટઅપ જગતમાં ઝળહળતું નામ
વાપીની સલોની આનંદ ત્રયા હેલ્થના કો-ફાઉન્ડર તરીકે સ્ટાર્ટઅપ લીડર્સ કેટેગરીમાં ચમક્યાં છે.
શુવી શ્રીવાસ્તવ: ઈન્વેસ્ટમેન્ટ જગતમાં ગુજરાતનું નામ રોશન
અમદાવાદમાં ઉછરેલી શુવી શ્રીવાસ્તવ લાઈટસ્પીડ ઈન્ડિયા પાર્ટનર્સમાં રોકાણકાર તરીકે મહત્વનો ભાગ ભજવે છે.
ઈશા અંબાણી: નેક્સ્ટ જનરેશન લીડરની શ્રેણીમાં સ્થાન
રિલાયન્સ રિટેલની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણી પણ આ યાદીમાં સામેલ છે.
ફાલ્ગુની નાયર: ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટર
ગુજરાતી મૂળની ફાલ્ગુની નાયર, નાયકાની સ્થાપક, દેશભરમાં વ્યવસાય જગતમાં ટોચના નામોમાંથી એક છે.
પરીતા પારેખ: એજ્યુકેશન સ્ટાર્ટઅપ જગતમાં સફળ
અમદાવાદમાં ઉછરેલી પરીતા પારેખ એજ્યુકેશન પ્લેટફોર્મ ટોડલના કો-ફાઉન્ડર તરીકે ઓળખાય છે.
અદ્વૈતા નાયર: ફેશન અને લાઇફસ્ટાઇલમાં યોગદાન
નાયકાની કો-ફાઉન્ડર અદ્વૈતા નાયરે ભારતના ફેશન અને લાઇફસ્ટાઇલ ક્ષેત્રમાં મહત્ત્વનો ફેરફાર લાવ્યો છે.
સ્વાતિ દલાલ: ઝાયડસમાં અગ્રણીત્વ ધરાવતી મહિલા
ઝાયડસ હેલ્થકેરમાં મેનેજિંગ ડાયરેક્ટરના પદે કાર્યરત સ્વાતિ દલાલે પણ ગુજરાતનો ઝંડો લહેરાવ્યો છે.
હુરુન ઈન્ડિયા વુમન લીડર્સ 2025 યાદી ગુજરાત માટે ગૌરવનો અવસર બની છે. આ યાદી દર્શાવે છે કે ગુજરાતની મહિલાઓ ઉદ્યોગ, રોકાણ, ચેરિટી, શિક્ષણ, કળા તથા અન્ય ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહી છે.