ખાનગી શાળાઓની ફી અને ઓનલાઈન શિક્ષણના મુદ્દા પરની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, તમે શાળાઓને ફી લેવા પર તો રોક લગાવી દીધી છે તો શાળાના સંચાલકો તેમની શાળાના શિક્ષકો, પટ્ટાવાળા સહિતના વહીવટી વિભાગના કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓના પગારની ચૂકવણી કેવી રીતે કરશે ? આ અંગે સરકારે કંઈ વિચાર્યું છે ખરુ ? જેના જવાબમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, હાઈકોર્ટના આદેશ બાદ, સરકારે આ પગલા લીધા છે.
આ વખતે અરજદાર તરફથી એવી દલીલ થઈ કે, હાઈકોર્ટના હુકમના નામે સરકાર આ સમગ્ર કામગીરી કરે છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, તમામ ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત તો એપ્રિલ મહિનાથી શરૂ થઈ ચૂકેલી છે. આ ઉપરાંત, મોટાભાગના વા।લીઓ પાસેથી શાળાઓ દ્વારા ફી લેવાઈ ચુકી છે.