અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના માનનીય કુલદીપસિંહ યાદવએ તેમના પરિવાર સાથે આત્મહત્યા કરી છે, હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું: ગોપાલ ઇટાલિયા
પોલીસ પરિવારની આત્મહત્યા પાછળ જે કંઈ પણ જવાબદાર કારણો હોય તેની વ્યાજબી તપાસ થાય અને ગુજરાતની પોલીસને ન્યાય મળે એવી અમારી માંગણી છે: ગોપાલ ઇટાલિયા
ન્યાય માટે, અધિકાર માટે કે સુરક્ષા માટેનો જનતાનો છેલ્લો ભરોસો પોલીસ જ હોય છે, પણ પોલીસ જ લાચાર હોય તો સમાજ ક્યાં પોતાની અપેક્ષા લઈને જશે?: ગોપાલ ઇટાલિયા
આ વખતે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે ઝાડૂ મારી ભ્રષ્ટાચાર સાફ કરવો છે: ગોપાલ ઇટાલિયા
ચૂંટણી આવે ત્યારે ITના, CBIના, વિજિલન્સના, ઇન્કમટેક્સના દરોડાઓ પડે છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતની જનતા જાણી ગઈ છે કે કોણ આ રેડ પડાવે છે અને શા માટે રેડ પડાવે છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતમાં ભાજપને ચૂંટણી હારવાની બીક લાગે છે એટલે તમામ પ્રકારના હદકંડાઓ, ગતકડાઓ ભાજપના લોકો અપનાવી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે કે અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના માનનીય કુલદીપસિંહ યાદવએ તેમના પરિવાર સાથે આત્મહત્યા કરી છે. હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ આત્મહત્યા પાછળ જે કંઈ પણ જવાબદાર કારણો હોય તેની વ્યાજબી તપાસ થાય અને ગુજરાતની પોલીસને ન્યાય મળે એવી મારી માંગણી છે.
જો આપણી પોલીસ જ દુઃખી હોય, પોલીસે જ આત્મહત્યા કરવા મજબૂર થવું પડે તો પછી જનતા કોના ઉપર આશા રાખશે? જનતાનો ન્યાય માટે, અધિકાર માટે કે સુરક્ષા માટેનો છેલ્લો ભરોસો પોલીસ હોય છે, પણ પોલીસ જ દુઃખી હોય, પોલીસ જ લાચાર હોય, પોલીસે પણ આત્મહત્યા કરવા મજબૂર થવું પડે તો સમાજ ક્યાં પોતાની અપેક્ષા લઈને જશે? અમારી સરકારથી ફક્ત એટલી જ વિનંતી છે કે આની વ્યાજબી તપાસ થવી જોઈએ.
ચૂંટણી આવે ત્યારે IT ના, CBI ના, વિજિલન્સના ઇન્કમટેક્સના આવા બધા દરોડાઓ પડે. એ બાબતે હવે જનતા જાગૃત થઈ ગઈ છે જનતા બધું સમજે છે કોણ આવું કરે છે, અને શા માટે આવું કરે છે. ગુજરાતમાં ભાજપને ચૂંટણી હારવાની બીક લાગે છે એટલે તમામ પ્રકારના હદકંડાઓ, ગતકડાઓ ભાજપના લોકો અપનાવી રહ્યા છે. પરંતુ આ વખતે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે ઝાડૂ મારી ભ્રષ્ટાચાર સાફ કરવો છે.