આ વર્ષે રાજ્યમાં કોરોનાથી રાહત મળતા સરકાર દ્રારા પણ તમામ તહેવારો, મેળાવડાઓ ,સભાઓ.લગ્ન પ્રસંગ નિયંત્રણોમાં પણ છુટછાટ આપવામાં આવી હતી તેને જ લઇ લોકો કોરોના પહેલા જેવી રીતે તહેવારો ધામધૂમપૂર્વક ઉજવતા હતા તેવી રીતે હર્ષો- ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે આગામી ગણેશચર્તુથીના પર્વેને લઇ આ વખતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વ નિર્ણય લીધો છે.
આ વર્ષે ગણેજીની મૂર્તિઓ પર ઉંચાઇ માંથી નિયંત્રણો દૂર કર્યા છે છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયે કોરોના ગ્રહણના પગલે તમામ તહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી જો કે આ વર્ષે છુટછાટ મળતા લોકો પણ મનમૂકીને પર્વની ઉજવણી કરી રહ્યા છે. ગતવર્ષે કોરોના કાળ દરમિયાન આંશિક છુટછાટ મળતા ગણપતિજીની મૂર્તિ બે ફૂટની મંજૂરી અપાઇ હતી જોકે આ વર્ષે સ્થિતિ સામાન્ય થતા ગણપતિજીની મૂર્તિમાં કોઇ ઉંચાઇની મર્યાદામાં રાખવામાં આવી નથી ગણેશજીની મૂર્તિઓ અને વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ નિયંત્રણની માર્ગદર્શિકા અને સૂચનોને અમલ કરવા યથાવત રાખવા જણાવ્યુ છે