ચૂંટણી નજીક આવતા તમામ રાજ્કીય પાર્ટીઓએ કમરકસી લીધી છે તેમજ જુદા જુદા સમુદાય વર્ગોને રિઝવવાનો પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે ભાજપ પણ હવે ફુલ એકશનમોડમાં જોવા મળી રહ્યુ છે આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભાજપ દ્રારા યુવા રોજગાર નિમુંણક પત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યુ છે જે આગામી દિવસોમાં રાજ્યના 40 સ્થળો પર કાર્યક્રમ યોજવામાં આવશે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં સંબોધનની શરૂઆત કરી હતી અને સૌ લોકોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાતના ઇતિહાસમાં સૌ લોકો માટે ગૌરવ વંતો દિવસ છે જેમાં 1.50 લાખ યુવાનોને રોજગારી નિમણૂંક પત્ર વિતરણ કરવા જઇ રહ્યા છે લાખો યુવાનોની કારકિર્દીની આજે શરૂઆત થવાની છે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વખાણ કરતા કોરોનાનુ દાખલો આપ્યો હતો જયારે મોટા મોટા દેશો એમની જનતાને હાલ પર છોડી દીધા છે એવા સમયમાં આપણને દેશમાં ફ્રી વેકશિન થકી કોવિડમાંથી બહાર લાવ્યા છે આજે ગુજરાતમાં વિકાસના જે પાયા નખાયા છે
આજે આપણે જિલ્લા સ્તરે તાલુકા સ્તરે ગામડા સ્તરે તમામે તમામ કારખાનાથી માંડીને દરેક પાયાની સુવિધા જોવા મળી રહી છે આજે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ડિજિટલ ઇન્ડિયાનું વ્યાપ વધાર્યુ છે કૃષિક્ષેત્રે બાગાયતી પાક બે દાયકામાં 250.52 પાકે છે વીજ ઉત્પાદન 8750 મેગાવોટ હતી જે આજે 40138 મેગાવોટ થયો છે રાજ્યમાં આજે 1 ,65 હજાર ચેકડેમો તૈયાર કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં 94.8 ટકા ઘરોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રમોદીનું નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે સૌથી મોટું પરિવર્તન આવ્યુ છે મેડિકલ એન્જિનિયરિંગ બેઠકમાં પણ વધારો થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રોજગારી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું સ્વપ્નો સાકાર કરશે અને મુખ્યમંત્રીના હસ્તે યુવાનોને રોજગાર નિમૂંણક પત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના જુદા જુદા વિભાગના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ મકાન વ્યવહાર મંત્રી જગદીશ પંચાલ, ઉપસ્થિત રહ્યા હતા.