ભરૂચમાંથી નકલી પોલીસ બની પૈસા પડાવતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં 4 જેટલા વ્યકિતઓએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની છેંતરપિંડી આચારી હતી અને શાકભાજીના વેપારીને ખોટા કેસમાં ફસાવી સમ્રગ તરકટ રચ્યુ હતું
આ અંગે ફરિયાદી જણાવે છે હું શાકભાજીનું વ્યવસાય કરુ છું ભરૂચ દહેજ રોડ પર આવેલ જોલવા ગામ ખાતે રવિવાર ટેમ્પો લઇને પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ભુવા ચોકડી પાસે પગપાળા ચાલીને એક વ્યકિત આવી રહ્યો હતો તેણે ટેમ્પો ઉભા રાખી હુ પોલીસવાળો છું તું સાઇડમાં બેસ તેમ કહી પોતે ટેમ્પો ચલાવ્યો હતો જયાં તેણે અમદડા બસ સ્ટેન્ડ પહોંચી કોઇને ફોન કરીને કહ્યુ કે સાહેબ મે ગાડી લઇ લીધી છે તેવો કહેતા અલ્ટો કાર GJ 16 DC 4202 જેમાં ત્રણ વ્યકિતઓ આવ્યા હતા જેમાં તેમણે પોતાની ઓળખ પોલીસવાળા તરીકે આપી હતી અને દેશી દારૂની પોટલીઓ લઇ જાય તે માટે DSP ઓફિસ ભરવા પડશે તેમ કહી ખોટા કેસ નાંખી દેવાની ધમકી આપી હતી જેમાં ફરિયાદી કહ્યુ કે મારા પાસે આટલા પૌસા નથી હું શાકભાજી વેચું છું છેલ્લા અઢી લાખ તો આપવા પડશે તેવુ કહેતા સાહેબ ગરીબ માણસ છું આટલો કયાથી લાવીશ ત્યારબાદ પોલીસકર્મી ભેંસલી પાસે પેટ્રોલ પંપ ઉપર લઇ જઇ ટેમ્પો મુકાવી વેલ્સુપુન કંપનીની બાજુમાં આવેલા HDFC બેન્ક પાસે ફરિયાદી જોડે તેના પત્નીનું ATM કાર્ડ હતું જયાં ATM થી દસ-દસ હજાર લેખે 60 હજાર રૂપિયા જેટલી રકમ ઉપાડી આટલા રૂપિયા ન ચાલે તેમ પોલીસવાળાઓએ કહી મે માારા સગાંસંબંધીને ફોન કરી 1,40 000 રૂપિયા મંગાવ્યા ત્યાર બાદ ત્રણ વ્યકિતઓએ ફરિયાદી તથા તેના સાગરિતને ટેમ્પો અલ્ટોગાડી પાસે લાવી ચારેય લોકો અલ્ટોગાડીમાં જતા રહ્યા હતા ત્યાર બાદ ફરિયાદી તેના ટેમ્પો લઇ શાકભાજી વેચવા નીકળી ગયો હતો ત્યાર તેઓ શાકભાજી વેચી પરત આવી રહ્યા હતા ત્યારે ફરી અલ્ટોમાં અજાણ્યા શખ્સો આવ્યા અને ભેંસલી રોડ પર ટેમ્પો રોકીને આગળના 50 હજાર બાકી છે સાહેબ ગાડીમાં બેઠા છે પૈસા આપવા પડશે આગાઉ બે લાખ રૂપિયા આપ્યા હતા જે અંગે ફરિયાદી પૈસા ન હોવાનું કહેતા તેમને ધમકી આપી હતી જેમાં એક વ્યકિતનું નામ રીઝવાન છે તેના સાથી વ્યકિતનુ નામ ઝાકીર છે રીઝવાન નામના વ્યકિત બાકીના 30 હજાર આપી જજે તેમ કહ્યુ હતુ જેમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બે લાખ રૂપિયાના ઠગાઇ આચારી હતી જેથી એક અલ્ટો ગાડી GJ 16 DC 4202 નીખલશાહ તથા રીઝવાન અને જાકીર જે ભુવા ચોકડી પાસેથી ફરિયાદીના ટેમ્પોમાં બેઠા હતા ચારેય વ્યકિતોઓએ પોલીસની ખોટી ઓળખ આપી આગાઉથી સુનિયોજિત કાવતરૂ રચી ડરાવી ધમકાવી પૌસા પડાવ્યા હતા જે અંગે ફરિયાદીએ 4 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.