ગુજરાતમાં હેલમેટના કાયદા સાથે સાથે પીયુસીનો નિયમ કડક થયો છે. પીયૂસી માટે ગુજરાતમાં કડક અમલ સમયે રીતસરની લાઈનો લાગી હતી. પીયૂસી એ વાહન માટે ફરજિયાત છે. હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે.
ટુ વ્હીલરના દર 20માંથી 30 રૂપિયા કરી દીધા છે.જ્યારે ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો છે. ગુજરાતમાં એકાએક પીયૂસીના ભાવમાં વધારો કરવાની જાહેરાતથી કોરોનાકાળમાં વાહનચાલકોને ઝટકો લાગ્યો છે.
રાજ્યના વાહનોના PUCનાં દરમાં ગુજરાત સરકારે કર્યો વધારો છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી, કોરોનાની મહામારી અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારામાં સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. ત્યારે વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. જેમાં સરકારે ટૂ વ્હીલરનો જૂનો ભાવ 20 રૂપિયા હતો ત્યારે તેમાં 10 રૂપિયાનો વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે.