અમદાવાદમાં દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. લૂંટ, હત્યા,ખંડણી, સહિતના ગુનાઓમાં તોંતિગ વધારો થઇ રહ્યો છે. જાણે કે હવે ગુનેગારોને પોલીસ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે બેફામ બની ગુનાહિત પ્રવૃતિ આચરી રહ્યા છે અને અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં મોડીરાત્રે હત્યા બનાવે ચકચારી મચાવી છે
જમાલપુરના કાંચની મસ્જીદ પાસે મોડીરાત્રે 3 વાગ્યા અરસામાં સગાઇ તોડવાની બાબતની અદાવત રાખી યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો જેને લઇ યુવતીને પિતાએ આવેશમાં આવી યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો
જમાલપુરના જુના ડુંગરપુરા વિસ્તારમાં રહેતા શોએબની સગાઇ થોડાક સમય પહેલા થઇ હતી તેમજ કોઇ બાબાતને લઇ સગાઇ તૂટતા શોએબ યુવતીના ઘરે આવ્યો હતો અને યુવતીના પિતા સલીમ વોરા અને શોએબ વચ્ચે જોતજોતામાં ઉગ્ર બોલચાલી થઇ હતી જયાં સલીમ વોરાએ ઉશ્કેરાઇ તેની પાસે રહેલી છરી શોએબના પેટ , છાતીના ભાગે ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો જયાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને વી એસ હોસ્પિટલ ખેસડવામાં આવ્યુ હતુ જયાં સારવાર દરમિયાન તેનું મૃત્ય નિપજ્યું હતું ઘટનાની જાણ ગાયકવાડ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા સલીમ વોરાની ધરપકડ કરી તેની વિરુદ્ર હત્યાનું ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને વિસ્તારમાં કોઇ અઇચ્છનિય બનાવ ન બને તે માટે પણ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા