અમદાવાદમાં ચોરી,લૂંટ ખંડણી ,હત્યા સહિતના ગંભીર ગુના ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવસને દિવસે લૂંટારાઓ બેફામ બની કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહ્યા છે. જાણે કે હવે ગુનેગારોને પોલીસે ખૌફ રહ્યો ન હોય તેવી રીતે હથિયારની અણીએ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે વધુ એક લૂંટનો કિસ્સો અમદાવામાંથી સામે આવ્યો છે નરોડા વિસ્તારમાં મહિલાને રીક્ષાચાલકના સ્વાંગમાં આવી લૂંટારાઓએ રીક્ષામાં બેસાડી છરીને અણીએ સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી
ભોગ બનનાર ઉર્મિલાબેન પંડ્યા જે નરોડાના કઠવાડા સંકલ્પ પાર્કમાં રહે છે ઉર્મિલા બેન પોતાના ઘરથી બહાર જઇ રહ્યા હતા તે દરમિયાન રીક્ષામાં બે મહિલાઓ પણ સવાર હતી જયાં ઉર્મિલાબેન રીક્ષામાં બેસી ત્યા થોડાક અંતરે રીક્ષામાં બેઠેલી મહિલાઓ આવવરુ જગ્યા પર લઇ જઇ છરીની અણીએ ઉર્મિલાબેન પાસેથી લૂંટ ચલાવી હતી બંનેએ કહ્યું કે તમારા સોનાના દાગીના અમને આપી દો. આમ વાત કરતાં ઊર્મિલાબહેને દાગીના આપવાની ના પાડી હતી. જેથી ગઠિયાએ ચપ્પુ બતાવીને ઊર્મિલાબહેન પાસેથી સોનાની ચેઇન, લૂંટી લીધાં હતાં. ત્યાર બાદ તેઓ ફરાર થઇ ગયાં હતાં.જે અંગે ઉર્મિલાબેન નરોડા પોલીસ સ્ટેશન લૂંટ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી લૂંટારાઓને ઝડપી પાડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.