રાજકોટમાં ફરી એકવાક બેકાબૂ કારે અકસ્માત સર્જોયો છે જેને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, બેફામગતિએ કાર હંકારતા કાર બેકાબૂ બની હતી અને 3થી 4 વાહનોને કારે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની છે
રાજકોટના ભરચક વિસ્તાર એવા હરિહર ચોક પંચનાથ મંદિર પાસે એક પુરપાટે આવી રહેલી કારના કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા 3થી 4 જેટલા વાહનો અડફેટે લીધા હતા જો કે GJ 25 AA 9801 નંબરની સફેદ કલરની ફોરચ્યુનર કાર પોરબંદરના જિલ્લા દૂધ સહકારી સંઘના નામે હોવાની સામે આવી છે.અક્સ્માત બાદ કારચાલક કાર મૂકી નાસી છુટ્યો હતો આ અકસ્માતમાં અન્ય લોકોને પણ ઇજા પહોંચી હતી અને 3થી 4 જેટલા વાહનોને ભારે નુકશાન થયો છે જો કે રાહતના સમાચાર એ છે કે કોઇ જાનહાનિ સર્જાઇ નથી ઘટના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક દષ્ટિએ કાર ચાલક દારૂ પીધેલુ હોવાનું સામે આવી રહ્યો છે ઘટનાને લઇ કારનું પણ કચ્ચરધાણ વળી ગયું છે કારની સ્પીડ પ્રાથમિક અંદાજે 100 KPH હોવાનું મનાઇ રહ્યુ છે બેફામ કારે રોડ પર લાગેલા વીજ થાંભલાને પણ 30 ફૂટ સુધી ઉપાડીને લઇ ગઇ હતી . ઇજાગ્રસ્તોને સ્થાનિકો દ્રારા તાત્કાલિક સારવાર અર્થે એમ્બયુલેન્સના મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો અને પોલીસ આ અંગે કાર ચલાક વિરુદ્ધ અકસ્માતનું ગુનોં નોધી તપાસ ચક્રો ગતિમાન કર્યા છે