રાજકોટમાં અવાર-નવાર બિનઆરોગ્ય પ્રદ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જયા કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયામાં ગ્રાહકના સ્વાસ્થય ચેડા કરી મોટા પ્રમાણમાં પૈસા ખંખેરી રહ્યા છે બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ મળતી હોવાની વ્યાપક ફરિયાદ મળતા રાજકોટ આરોગ્ય વિભાગ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે અને નકલી ચીજવસ્તુઓને વેચાણ ડામવા દોડતી છે
રાજકોટમાં આરોગ્ય વિભાગને મોટી સફળતા હાથ લાગી છે લાલ મરચનાની આડમાં બિનઆરોગ્યપ્રદ મસાલો મોટી માત્રમાં ઝડપાયો છે જયાં આરોગ્ય વિભાગે મસાલની ફેકટરીમાં દરોડા પાડી અખાદ્ય પ્રદાર્થનું રેકેટ ઝડપી પાડ્યુ છે 31 માર્ચના રોજ શહેરની પરા બજારમાં આવેલી મસાલની ફેકટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા જયાં હળદર ,જીરુ, મરચા સહિતના નમૂના એફ એસ એલ માટે સરકારી લેબમાં મોકલ્યા હતા જેમાં કલરથી ભેળસેળ વાળો મરચો હોવાનો તપાસ ખુલ્યુ છે જપ્ત કરાયેલા મરચાના નમૂનાઓ 3 સરકારી લેબમાં નિષ્ફળ આવ્યા છે જેને આરોગ્ય વિભાગે ફેકટરી માલિક સામે કાર્યવાહી હાથધરી છે આ મરચા લોકોના વેચી તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા ભેળસેળ યુક્ત મસાલાથી કેન્સર થવાની પણ શક્યતા સેવાયેલી છે.