સમ્રગ ગુજરાતમાં નાશાના કાળાકરોબારે અજગરી ભરડો લીધો છે અવાર-નવાર રાજ્યના જુદા-જુગા જિલ્લાઓમાંથી નશીલા પર્દાથ પકડવાના સિલસિલો જોવા મળી રહ્યો છે પહેલા કહેવાતુ હતુ કે ગુજરાતમાં માત્ર દારૂનો દૂષણ છે પરંતુ હવે એમડી ડ્રગ્સ ગાંજા ચરસ કોકોઇન સહિતના નસીલા પર્દાથનો ચલણ ખૂબ જ હદે વધી રહ્યો છે. તેમજ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પેડલરો બેફામ બની યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે અને તેમની પાસેથી મોધદાટ નાશા કરાવી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે સુરતમાં ચાલતા નાશાના કાળા કારોબારનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે સુરતના એક દંપતી લક્ઝુરિયસ કાર કોકોઇન સપ્લાયક કરતા હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી જેના અધારે પોલીસે 39 લાખના કોકઇન સાથે દંપતીને ઝડપી પાડ્યા હતા
સુરત પોલીસ શહેરમાં દ્રારા નશાની બદીઓને ડામવા ખાસ અભિયાન ચલાવામાં આવી રહ્યો છે જેમાં કેટલાક પેડલરો ઝડપી પાડ્વા શહેર એસ ઓ જી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બતામી મળી હતી કે સુરત -નિયોલ પોસ્ટ પાસેથી એક લકઝુરિયસ કારમાં કોકઇન લઇ દંપતી ડિલીવર આપવા જઇ રહ્યા છે જયાં એસ ઓ જીએ વોચ ગોઠવી બાતમીવાળી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી કોકોઇન જથ્થો ઝડપી પાડ્યો હતો 39 ગ્રામ 100 મિ.લી મહિલા પાસેથી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેઇન પહેલીવાર સુરતમાંથી પકડાયું છે જેમાં બંને નાશા કાળાકારોબાર ધમધમાવા દંપતી ઇબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા જે મુળ જામનગર રહેવાસી છે અને કોકોઇન મુંબઇથી મંગાવી જુદા-જુદા વિસ્તારોમાં મોકલતા હતા તેમના પાસેથી 5 મોબાઇલ ફોન , 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી કુલ 51.68 લાખની મતા કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનોં નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
