સુરતમાં દિવસને દિવસે ગુનાખોરીના પ્રમાણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે.ગૃહરાજ્યમંત્રીના હોમટાઉન જાણે કે ક્રાઇમ કેપિટલ બનતુ હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે શહેરના ગુનાહિત પ્રવૃતિઓને ડામવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી પાડવા સુરત ક્રાઇમબ્રાન્ચ એકશન મોડમાં જોવા મળી રહી છે
સુરત પોલીસ કમિશનરના સુચનો મુજબ શહેરમાં ગુનાહિત પ્રવૃતિ આચરી નાસતા ફરતા આરોપીઓનો પકડી પાડવા કડક આદેશો કર્યા છે જેમાં પાંચ વર્ષ અગાઉ બહાનો કાઢી પેરોલ જંમ્પ કરી નાસતા -ફરતા કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સાગરિતને જે વચગાળા જામીન લઇ ફરાર થયેલો મુખ્યસૂત્રાધાર ધર્મેશ ટુનટુન ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોંલિગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે ટુનટુન ગેંગે મુખ્ય સાગરિત ત્રિવેણી સોસાયટીના બાજુમાં સરદાર હોસ્પિટલ પાસે જાહેર રોડ ઉભો છે જે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી ધર્મેશ ટુનટુન ઝડપી પાડ્યો હતો જે મૂળ બિહારનો રહેવાસી છે અને સુરતમાં ગેંગ બનાવી ગુનાહિત પ્રવૃતિઓ આચરતો હતો જેમા 2013માં સુરતના વેડ રોડ ખાતે અવાર-નવાર ગેંગવોર ખાતે થતી હતી જેમાં સૂર્યા મરાઠી નામની ગેંગ સાગરિત મોતના ઘાટ ઉતારી દેતા પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે 2018 બહેનના લગ્નનું બહાનું કાઢી પેરોલ પર જામીન લઇ નાસી છૂટ્યો હતો અને પોલીસ સ્ટેશન હાજર ન થતા તેને ફરાર જાહેર કરાયો હતો ૨૦૧3માં તેની સામે ૩૦૨, ૩૯૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(ફી), ૫૦૬(૨) તથા આમ્સ એક્ટ હેઠળ ૨૫(૧)ફી મુજબ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે