ગુજરાતની આગવી ઓળખ એટલી ગરબા અને નવલી નવરાત્રિને લઇ હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે આ વખતે કોરોનામાંથી તમામ રાજ્યવાસીઓને પ્રતિબંધોમાથી છૂટછાટ મળતા તેમજ પાર્ટી પ્લોટ સોસાયટીઓમાં ગરબાની ઓયજન કરવાની મંજૂરી મળતા ગરબારસિયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહી છે તે વચ્ચે વડોદરામાં ગરબા આયોજનના ફાયનાન્સને લઇ વિવાદ જોવા મળી રહ્યો છે શહેરના ગોત્રી વિસ્તારમાં ગૂરૂકૃપા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે
જેમાં ગેરહિન્દુ સંસ્થાના ફાયનાન્સને લઇ રાજકોટના વોર્ડના નં 10 કોર્પોરેટર નિતીન દોંગાએ વાંધો ઉઠાવ્યો અને આ બાબાતે વડોદરા મેયર કેયુર રોકડિયાને તેમણે પત્ર લખી ગરબા માટે ફાળવેલા પ્લોટની મંજૂરી રદ કરવાની અને ગરબા આયોજકોને દૂર કરવાની પણ માગણી કરવામાં આવી છે
આ અંગે વડોદરાના વોર્ડ નં 10 કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યુ કે મને એવી રજૂઆત મળી કે મારા વિસ્તારમાં જે ગરબા થઇ રહ્યા છે તેમાં કોઇ ગેરહિન્દુ વ્યકિત કે સંસ્થા દ્રારા આયોજન ભાગીદારી છે કે કા તો ફાયાનાન્સ કરેલું છે જે માટે થઇ બંને વસ્તુઓમાંથી રદ કરવા જે ગેરહિન્દુઓને રદ નહી કરે તો પ્લોટની માન્યતા રદ કરવાની માગણીઓ તેમના દ્રારા કરવામાં આવી છે જેને લઇ કોઇ ગેરહિન્દુ જો તમે ફાયનાન્સ કે આયોજનમાં સાથે રાખશે તેમાં પાસ પાણ આપશે એ પાસ લઇ ગેરહિન્દુઓ માતાજીની આરાધનાના નામે બીજા કોઇ ધંધા કરે એ અમને બિલકુલ પોસાય એમ નથી
બીજી તરફ વડોદરાના મેયર કેયુર રોકડિયા પત્રકારોને જણાવ્યુ હતુ કે અમારા પાસે જે પ્રાપ્ત માહિતી છે અમારી પાસે જે લેટર આવ્યા છે જેમાં એ લોકોની માગ પ્રમાણે કોઇ વિધર્મી સામેલ નથી તેની અમે તપાસ કરી છે અને પાછલા બારણેથી કોઇ એન્ટ્રી લેતો હશે જે 100 ટકા કામ અટકવાનુ કોર્પોરેશનનું છે અને જે કોઇ પ્લોટ નહી અટકાવે તેની માન્યતા અમે રદ કરીશું તેમજ ખત્રી ફિલ્મસ ફાયનાન્સને દૂર કરવાના આયોજકોને દૂર કરવાના આદેશ કરાયા છે