India air defense system response : કચ્છમાં પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ રહ્યો: ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી ડ્રોન તોડી , દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ
India air defense system response : કચ્છ જિલ્લાના ખાવડા નજીક ધ્રોબાણા ગામે પાકિસ્તાન તરફથી આવેલા એક શંકાસ્પદ ડ્રોનને ભારતીય સુરક્ષા દળોએ તોડી પાડ્યું છે. ગુરુવાર, 8 મેના રોજ વહેલી સવારે આ ઘટના બની હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની હુમલો અને ભારતનો કડક પ્રતિસાદ
સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાને 7 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલાની કોશિશ કરી હતી. આ શહેરોમાં શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, ભટિંડા, લુધિયાણા સહિત ઘણા સ્થળોનો સમાવેશ થાય છે.
ભારત પાસે રહેલી રશિયન મૂળની S-400 એર ડિફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનના હુમલાને તરત રોકી દેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે ભારતીય સેનાએ ત્યારબાદ તરત જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના લાહોર, કરાચી અને સિયાલકોટ વિસ્તારમાં હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને નાશ કર્યો છે.
દરિયાઈ સીમા પર વધુ સાવચેતી
હમલાની આશંકાને ધ્યાનમાં રાખીને કચ્છના તટવર્તી વિસ્તારોમાં હાલ માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નારાયણ સરોવર, જખૌ અને લખપતમાંથી માછીમારો કોઈપણ પ્રકારની દરિયાઈ પ્રવૃત્તિ નહીં કરી શકે.
એરફોર્સ દ્વારા તપાસ ચાલુ
પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ જણાવ્યું કે ખાવડા નજીક મળી આવેલા શંકાસ્પદ ઉપકરણને પકડીને એરફોર્સના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યું છે. આ મામલે બીએસએફ પણ તપાસમાં સામેલ છે. વાયુસેનાના સંદિગ્ધ ડ્રોન પર તપાસ શરૂ થઈ ગઈ છે.
કચ્છી સમાજના હોસ્પિટલોએ મદદનો હાથ લંબાવ્યો
યુદ્ધ જેવી સંભવિત સ્થિતિને નજરમાં રાખીને કચ્છી લેઉવા પટેલ સમાજ પણ તત્પરતા સાથે મદદ માટે આગળ આવ્યું છે. ભુજ સ્થિત એમએમપીજેએ હોસ્પિટલ અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે મળીને કુલ 400 બેડ દરેક પ્રકારની તાકીદની સારવાર માટે ફાળવ્યા છે. તેમજ 50 બેડ ઘાયલ સૈનિકો અને સ્થાનિક લોકો માટે રિઝર્વ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.